Homeવાયરલ ખબરદાદાનો મગર સાથે તવા ફાઈટનો વિડીયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ

દાદાનો મગર સાથે તવા ફાઈટનો વિડીયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ

-

Viral Video Man Attacks Crocodile with Pan ટ્રેન્ડિંગ વિડીયો : મગર… પાણીમાં રહેતું ભયાનક પ્રાણી કે જે ભૂખ્યું થાય ત્યારે શિકારને જોતા વેંત જ જડબાથી પકડી કચકચાવી નાખે. એટલે જ તો મગરનું નામ લેતા જ લોકોને પરસેવો છૂટી જાય છે. પણ ધારો કે, અચાનક જ તમારી સામે મગર આવી જાય તો તમે શું કરશો ? વિચાર આવતા જ પહેલા તો હ્રદયના ધબકારી વધી જાય હેં ને… પણ આવી ઘટના (Crocodile Attack) એક વૃદ્ધ સાથે બની છે, પરંતુ વૃધ્ધે કોઈ પણ જાતના ડર વિના ભયંકર મગરનો સામનો કર્યો છે. આ વૃદ્ધનો ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ છવાઈ ગયો છે. Youtube માં વાયરલ વિડીયો જોઈ કોઈ પણ એક વખત વિચારવા મજબૂર થઈ જાય કે, વૃધ્ધમાં આટલી હિમ્મત આવી કેવી રીતે ?

હાલમાં જ ઈન્ટરનેટ પર એક મગર (Dangerous Crocodile Footage)નો એક વિડીયો Video ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોને ગુજરાતમાં તો તવા ફાઈટના નામે પણ લોકો શેર કરી રહ્યાં છે.

થોડી જ સેકન્ડના વાયરલ વિડીયોમાં એક વૃદ્ધ માણસની સામે મગર દેખાઈ રહી છે. ઘટનાનો વિડીયો ઓસ્ટ્રેલિયા (Austria)નો હોવાનું અહેવાલો પરથી માલુમ પડે છે. વિડીયોમાં જોઈ શકાય છે કે એક મગર વૃદ્ધ પર હુમલો કરવા આગળ વધી રહ્યો છે. આ પછી જે થયું તે જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

Viral Video Man Attacks Crocodile with Pan

મગર જેવો વૃદ્ધ પર હુમલો કરવા આવે છે, તે વૃધ્ધ તેને તવા વડે મારવાનું શરૂ કરે છે. પોતાના પર અચાનક થયેલો હુમલો જોઈને મગર પૂંછડી દબાવીને ત્યાંથી ભાગી જાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયોને જોયા બાદ યુઝર્સની પ્રતિક્રિયાઓનું પૂર આવ્યું છે.ભૂ ખ્યા મગર સાથે આ રીતે લડતા વૃદ્ધ માણસની નિન્જા ટેકનિક આ દિવસોમાં આખી દુનિયામાં ચર્ચામાં છે. વિડીયોમાં દેખાઈ રહેલા વૃદ્ધનું નામ કાઈ હેન્સન (Kai Hansen) જણાવવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વૃદ્ધ વ્યક્તિના જોરદાર વખાણ કરી રહ્યા છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...