Viral video Maharashtra’s Satara: મહારાષ્ટ્રના સતારા જિલ્લાના પલસાવડે ગામના સરપંચનો (Former Sarpanch) એક કથિત વીડિયો વાયરલ Viral Video થયો છે. જે વીડિયોમાં સરપંચ એક મહિલા ફોરેસ્ટ Forest Women Official રેન્જરને ઢોરમાર મારતા નજરે પડે છે. આ ધૃણાસ્પદ વીડિયો સામે આવતા સોશિયલ મીડિયા પર ફોરેસ્ટ વિભાગની મહિલા રેન્જરના સમર્થનમાં આવતા યુઝર્સ જોવા મળી રહ્યા છે. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, આ બાબતે શિવસેનાના આદિત્ય ઠાકરે એ જણાવ્યું હતું કે આરોપીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઘટનાની સમગ્ર હકિકત એવી છે કે, પલસાવડે ગામના પૂર્વ સરપંચ રામચંદ્ર જાનકરે પત્ની સાથે મળી એક મહિલા ફોરેસ્ટ રેન્જર સનપ સિંધુ ને કથીત રીતે ઢોર માર માર્યો હતો. બુધવારે બનેલી આ ઘટનામાં મહિલા રેન્જરના પતિ સુર્યજી થોમ્બ્રેને પણ માર માર્યો હતો. પીડિત મહિલા સનપ સિંધુ ગર્ભવતી હોવાની પણ વાત સામે આવી છે. જે બાદ માતા અને બાળ બંને ના સ્વાસ્થ્યની પણ તપાસ કરવામાં આવી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે સિંધુ અને સૂર્યાજી બંને ફરજ પર હતા અને તેઓ પેટ્રોલીંગ માટે નિકળ્યા હતા.
Viral Video સરપંચે ગર્ભવતી મહિલા કર્મચારીને ઢોરમાર માર્યો – Maharashtra Forest women
કથિત રીતે વાયરલ બનેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે આરોપી પૂર્વ સરપંચ સનપ સિંધુ અને તેના પતિને માર મારી રહ્યા છે. આરોપીઓ દ્વારા મહિલાના ગળાના ભાગે માથાના ભાગે તેમજ પેટના ભાગે લાતો મારી ગળુ દબાવવાનો પ્રયાસ પણ થતો જોઈ શકાય છે. આ ઘટના પ્રકાશમાં આવતા પોલીસે આરોપીને ઝડપવા માટે બે ટીમની રચના કરી હતી અને આરોપીને ઝડપી પાડ્યા હતા. જેમાં આરોપી રામચંદ્ર અને તેની પત્નીની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી કરી છે.
મળતા અહેવાલ મુજબ, પીડિત મહિલા ફોરેસ્ટ રેન્જર પાસેથી આરોપી પૂર્વ સંરપંચ ધમકી આપી પૈસા માંગતો હતો. આ પૈસા તેમને નહીં આપતા આરોપીએ મહિલાને માર માર્યો હોત. ફરજ પર નિકળેલા મહિલા પર જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે કેટલાક ખેત મજૂરો પણ ત્યાં હાજર હતા. પરંતુ વીડિયોમાં જોઈ શકાય છે કે કોઈ પણ મહિલા ફોરેસ્ટ રેન્જરને છોડાવવા સુધ્ધા આગળ આવતા નથી.