Homeરાષ્ટ્રીયViral Video જુઓ - MPમાં ટોળાએ રોડ ઉપર મહિલાને બુરખો ઉતારવા મજબુર...

Viral Video જુઓ – MPમાં ટોળાએ રોડ ઉપર મહિલાને બુરખો ઉતારવા મજબુર કરી.

-

બે યુગલ રસ્તા પર જતા હતા ત્યારે, લોકોના ટોળાએ તેમને રોકીને મહિલાને બુરખો અને હિજાબ હટાવવા દબાણ કર્યું જેનો વિડીયો હાલ સોસીયલ મીડિયા વાયરલ થયો છે.

આ વાયરલ વિડીયો(Viral Video) મધ્યપ્રદેશનો (madhya pradesh) છે, લોકો સમુદાયના નામે નૈતિક પોલીસ બનાવવાનો ટોળું પ્રયત્ન કરી રહ્યું છે, ટોળાએ એક યુવતીને રોકીને રસ્તા ઉપર બુરખો(burqa and hijab) હટાવવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે.

એક ચોંકાવનારી ઘટનામાં ભોપાલના ઇસ્લામનગર ગામમાંની છે, અહી એક યુવતીને કેટલાક સ્થાનિક લોકોએ બુરખો ઉતારવા માટે મજબૂર કરી હતી, જ્યારે તે તેના પુરુષ મિત્ર સાથે સ્કૂટી પર આ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. હાલમાં આ ઘટનાનો વિડીયો સમગ્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો છે. ટોળું એક પુરુષ સાથે આવેલી મહિલાને બુરખા પહેરીને પરેશાન કરતી જોઈ શકાય છે.

મહિલા સાથે રહેલા પુરુષે પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટોળાએ તેને ગમે તેમ કરીને બુરખો ઉતારવાની ફરજ પાડી. જો કે, મહિલાએ આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી ન હતી, પોલીસે અહેવાલ મુજબ બે વ્યક્તિઓને પકડી પાડ્યા હતા, જેમને બાદમાં છોડી મૂકવામાં આવ્યા હતા કારણ કે આ મામલે હજુ સુધી કોઈ આરોપ ઉમેરવામાં આવ્યો નથી.

મળતા અહેવાલ મુજબ મધ્યપ્રદેશ પોલીસએ 2 લોકોની ધરપકડ કરી છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....