Water Conservation : જળ એજ જીવન છે. પરંતુ જે રીતે પાણીને લોકો વેડફી રહ્યા છે તે આજના સમયમાં ખુબજ ચિંતાનો વિષય છે. જે રીતે પર્યાવરણને નુકશાન થઇ રહ્યું છે તેને જોતા ગ્લોબલ વોર્મિંગનો ખતરો વધી રહ્યો છે. તેના કારણે પૃથ્વી પરના તાપમાનમાં વધારો થયો છે. ત્યારે દેશના જળ શક્તિ મંત્રાલયે (Ministry of Jal Shakti) નાગરિકોને પાણી બચાવવા માટે અપીલ કરતો વિડીયો બનાવ્યો છે જે વિડીયો વાયરલ (Video Viral) થઈ રહ્યો છે.
જેના કારણે નદી, નાળા, તળાવ, સમુદ્ર તેમજ ભૂગર્ભ જળની સપાટીમાં ઘટાડો થયો છે. ભવિષ્યમાં પાણીની અછત સર્જાવાની પરિસ્થિતિ ઉત્પન્ન થઇ છે. પાણીની સમસ્યા સરકાર માટે પડકારજનક છે. સરકાર દ્વારા નાગરિકોને પાણીની બચત અંગે જાગૃત કરવાના કાર્યક્રમો કરવામાં આવે છે.
જૂઓ વાયરલ વિડીયો – Viral Video
તાજેતરમાં જળ શક્તિ મંત્રાલય દ્વારા ટ્વીટર પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં મહાભારતના એક પ્રસંગને દર્શાવ્યો છે, તેમાં દેશના નાગરિકોને પાણીની બચત કરવાની અપીલ કરવામાં આવી છે.
વધુ વાંચો- આ ખેડૂત ગામે-ગામ ફરી મફત કાપડની થેલી વિતરણ કરે છે ! કારણ જાણી સલામ કરશો…
વીડિયોમાં જોઇ શકાય છે કે, ભિષ્મપિતામહ બાણશૈયા પર સુતા છે. તેમની બાજુમાં ભગવાન કૃષ્ણ અને અર્જુન ઉભા છે. ભિષ્મપિતામહને તરસ લાગતા તેઓ અર્જુન પાસે પાણી માંગે છે.
અર્જુન પોતાની ધનુર્વિદ્યા દ્વારા પાતાળમાંથી પાણી કાઢવા માટે જમીન પર બાણ ચલાવે છે પણ પાણી નીકળતું નથી. તેથી અર્જુન ફરી બાણ ચલાવે છે ત્યારે પણ પાણી નીકળતું નથી.
અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે કે, “હે ગીરીધર ધરતીના પેટાળમાંથી પાણી કેમ નથી આવી રહયું?” ત્યારે શ્રી કૃષ્ણ જવાબ આપે છે કે, “હે અર્જુન પૃથ્વીલોકના પ્રાણીઓએ પાણીની બરબાદી એટલી હદે કરી છે કે ભૂગર્ભજળનું લેવલ ઘણું ઓછું થઇ ગયું છે. તેનાથી નળ, હેડપંપ અને ટ્યુબવેલમાં પાણી આવતું નથી અને નદી, નાળાઓ, તળાવ, વાવડીઓ બધું જ સુકાઇ રહ્યું છે”. અને સાથે જ શ્રી કૃષ્ણ ભવિષ્યવાણી કરતા કહે છે કે, “જો મનુષ્યો હજી ન જાગ્યા, પાણીની બરબાદી ન રોકી અને પાણીની બચત શરૂ ન કરી તો એ દિવસ દૂર નથી જ્યારે અંત સમયે બે ટીંપા પાણી માટે તડપવું પડશે.” વીડિયોના અંતમાં લોકોને પાણીનું એક એક ટીંપુ બચાવવાની અપીલ કરવામાં આવી છે.