Viral Video Gujarati News : રોડ રસ્તા પર પડતા ખાડાને લઈ થતા વિરોધ પ્રદર્શનો કદાચ ભારત કરતા વધારે કોઈ દેશમાં જોવા મળતા નહીં હોય. પરંતુ હવે સરકારો પણ જાણે વિરોધથી ટેવાયેલી હોય તેમ લાગે છે. ત્યારે કર્ણાટકમાં (Karnataka) એકદમ અનોખી રીતે ખાડા તરફ ધ્યાન દોરવાનો પ્રયાસ સામે આવ્યો છે. જેમાં સામાજિક કાર્યકરે એક ધાર્મિક વિધી મજુબ રસ્તામાં પડેલા ખાડમાં આળોટી મીડિયાનું ધ્યાન ખેંચ્યું છે.
સરકારને આ મામલે જાગૃત કરવા માટે સામાજિક કાર્યકરો અને નાગરિકો રચનાત્મક રીત વિરોધ કરી તેમની વાત તરફ ધ્યાન ખેંચવા માટે પ્રયાસ કરતા હોય છે. એવામાં કર્ણાટકના ઉડુપીના સમાજિક કાર્યકર નિત્યાનંદ વોલાકાડુએ મંગળવારના રોજ ખાડાની આરતી કરી હતી. આરતી અને પુજા કર્યા બાદ તેમણે ‘ઉરુલુ સેવે’ (અંગ પ્રદક્ષિણા) કરી હતી.
જૂઓ વિડીયો Video
આ સમાજિક કાર્યકરે ખાડાથી ભરેલા રોડ પર સુઈ આળોટતા આળોટતા પ્રદક્ષિણા કરી હતી. સામાન્ય રીતે ધાર્મિક રીતે લોકો આવું કરતા હોય છે. સાથે જ નિત્યાનંદે ખાડાની પુજા અને શ્રીફળ વધેરી આરતી પણ કરી હતી. બાદમાં તેમણે ખાડા મામલે પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો.
વિડીયો- કૂવામાં ખાબકેલા સિંહને કેવી રીતે બચાવ્યો: ગીર સોમનાથ
સમાચાર એજન્સી ANI અને પ્રેસ જર્નલના અહેવાલ મુજબ, વોલાકાડુએ કહ્યું હતું કે, ઉડુપીના લોકો નિર્દોષ છે. ડ પર સ્ટ્રીટ લાઇટ ન હોવાથી અહી દરરોજ અકસ્માતો થઇ રહ્યા છે. આ જ કારણસર ઘણી ગાયો અને વાછરડાઓ મૃત્યુ પામ્યા છે, તેમણે ANI ને કહ્યું, અને ઉમેર્યું કે જેઓ ગાય અને વાછરડાના નામે મત માંગે છે તેઓ રસ્તાની દયનીય સ્થિતિથી પરેશાન નથી.
વિડીયો- ગૌચરની જમીન ખુલ્લી કરાવવા આત્મવિલોપનનો પ્રયાસ: કચ્છ