વાયરલ વિડીયો ન્યુઝ : છેલ્લા કેટલાક સમયથી રંગીન મિજાજના રાજકારણીઓના અનેક વીડિયો વાઇરલ થયા છે. હાલમાં તેવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ Viral Video થઇ રહ્યો છે, જેમાં એક બીજેપી નેતાને મહિલા નેતા સાથે રોમાન્સ કરવો ભારે પડી ગયો છે. વિડીયો Video માં જોઇ શકાય છે કે બીજેપી નેતાની પત્ની (BJP Leader Wife) અને સાસરીવાળા રસ્તા વચ્ચે ઝપાઝપી કરી રહ્યા છે.
પ્રાપ્ત વીગતો અનુસાર શનિવાર મોડી રાત્રે ઉત્તર પ્રદેશના કાનપુરમાં બીજેપી નેતા મોહિત સોનકર (BJP Leader Mohit Sonkar) બંધ ઓરડામાં બીજેપીની મહિલા મોરચા જિલ્લા ઉપાધ્યક્ષ બિંદુ ગોયલ (BJP Mahila Morcha Bindu Goyal) સાથે હાજર હતા. તે દરમિયાન મોહિતની પત્ની અચાનક આવી ગઇ હતી, અને પોતાના પતિને અન્ય મહિલા સાથે રોમાન્સ કરતો જોઇને તેનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચ્યો હતો.
વધુ વાંચો- સરપંચે મહિલાને અર્ધ નગ્ન હાલતમાં માર માર્યાનો વિડીયો વાયરલ: સીતામઢી
વાયરલ વિડીયો Viral Video
પત્નીની સાથે મોહિતના સાસરીવાળા પણ હતા. સૌએ મળીને મોહિતને રસ્તા વચ્ચે લાવીને ગાળો સાથે ચપ્પલથી પિટાઇ શરૂ કરી દીધી હતી અને બીજેપી નેતા બિંદુ ગોયલ સાથે પણ મારપીટ કરી હતી. જ્યારે બીજેપી નેતા મોહિત સોનકરની પિટાઈ થઈ રહી હતી, તે સમયે પોલીસ પણ ત્યાં આવી ગઈ. પરંતુ મોહિતની પત્ની એટલા ગુસ્સામાં હતી કે તેમણે પોલીસને ન ગણકારતા પતિને મારવાનું ચાલુ રાખ્યું.
બીજેપી નેતા બિંદુ ગોયલને જ્યારે સોશિયલ મીડિયા પર મારપીટ અંગે સવાલ પૂછવામાં આવ્યા તો તે ચૂપ ચાપ આંખો બંધ કરીને બેઠી રહી, કંઇ જ ન બોલી. જોકે તેના ચહેરા પર ઘણી ઇજા આવી હતી.
લગભગ કલાક ચાલેલ આ ઝઘડા બાદ બંને પક્ષો ત્યાંથી ચાલ્યા ગયા. પોલીસે જણાવ્યું કે બંને પક્ષોમાંથી કોઈએ આ બાબતને લઈને ફરિયાદ નોંધાવી નથી. જ્યારે, આ મામલા પર કાનપુર સાઉથની બીજેપી અધ્યક્ષ વીણા આર્યાનું કહેવું છે કે તેમના ધ્યાનમાં આ મામલો હજુ સુધી આવ્યો નથી કે ન તેમણે કોઈ વિડીયો જોયો છે.
મોહિત સોનકર બુંદેલખંડનાં ક્ષેત્રીય મંત્રી છે. તેમના લગ્ન છ વર્ષ પહેલા થયા હતા. બંને પતિ-પત્ની વચ્ચે સંબંધો સારા ચાલી રહ્યા ન હતા. આ વચ્ચે મોહિત બીજેપી મહિલા નેતા સાથે પકડાઈ ગયો. તેમની પિટાઈનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.