Homeરાષ્ટ્રીયકંપારી ચડાવે તેવો વીડિયો- બચાવ કામગીરી દરમિયાન હેલિકોપ્ટરમાંથી નીચે પટકાયો શખ્સ

કંપારી ચડાવે તેવો વીડિયો- બચાવ કામગીરી દરમિયાન હેલિકોપ્ટરમાંથી નીચે પટકાયો શખ્સ

-

વાયરલ વિડીયો Viral Video News Gujarati : ઝારખંડ Jharkhand ના દેવઘર જિલ્લાના ત્રિકુટ પર્વત પર બચાવ અભિયાન દરમિયાન એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. એક માણસ આર્મીના હેલિકોપ્ટર Helicopter માંથી લપસીને નીચે પડી ગયો હતો અને તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ કરૂણ ઘટનાનો વીડિયો Video કંપારી ચડાવી દે તેવો છે.

સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા અહેવાલ મુજબ એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ, આર. કે. મલિકે પુષ્ટિ કરી કે એક વ્યક્તિ બચાવ દરમિયાન હેલિકોપ્ટરમાંથી પડી ગઈ અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું.

દોરડાની મદદથી વ્યક્તિને હેલિકોપ્ટરની અંદર ખેંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. પરંતુ હેલિકોપ્ટરની નજીક પહોંચ્યા બાદ તે વ્યક્તિનો હાથ લપસતા નીચે ખાઈમાં પડી ગયો હતો.


વીડિયો/ શિક્ષકના જન્મદિવસમાં એવું થયું કે વિદ્યાર્થીની ધોલાઈ થઈ ગઈ

બચાવ કામગીરી દરમિયાન હેલિકોપ્ટરમાંથી નીચે પટકાયો શખ્સ : Video Viral

સેનાના હેલિકોપ્ટર દ્વારા તેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે. NDRF, ભારતીય સેના, ભારતીય વાયુસેના અને ITBPના જવાનો બચાવ કામગીરીમાં સામેલ છે.

રેસ્ક્યુ ઓપરેશનની સાથે ડ્રોન દ્વારા ટ્રોલીઓમાં ફસાયેલા લોકો સુધી ખોરાક અને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. લોકોને બચાવ્યા બાદ બહાર કાઢીને દેવઘર સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.

દેવઘરના મોહનપુર બ્લોક હેઠળ ત્રિકુટ પર્વત પર રોપ-વેની ટ્રોલીમાં ટેક્નિકલ ખામીના કારણે રવિવારે સાંજે આ અકસ્માત થયો હતો.

ત્રિકુટાચલ મહાદેવ મંદિર અને ઋષિ દયાનંદનો આશ્રમ ત્રિકુટા ટેકરી પર આવેલો છે. દર વર્ષે હજારો લોકો રોપ-વે દ્વારા મંદિરની મુલાકાત લે છે. ત્રિકુટ રોપવે, ઝારખંડ પ્રવાસન વિભાગ અનુસાર, ભારતનો સૌથી ઊંચો વર્ટિકલ રોપવે છે. તેની લંબાઈ લગભગ 766 મીટર છે.

Latest Breaking News Gujarati :

યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીઓ એક સાથે બે ડિગ્રી કોર્સ કરી શકશેઃ UGC ચેરમેનની મોટી જાહેરાત

વ્યાજખોરીના ત્રાસની ફરિયાદ માટે વોટ્સએપ નંબર જાહેર કરતી રાજકોટ પોલીસ

Must Read