35 C
Ahmedabad

ખેડૂત નેતા રાકૈશ ટિકૈત પર શાહી ફેંકવામાં આવી, ખુરશીઓ વડે થઈ મારામારી: કર્ણાટક

Published:

બેંગલુરુ : દિલ્હીમાં ખેડૂતોના આંદોલન [Kisan Protest] ના અગ્રણી ચહેરા રાકેશ ટિકૈત પર બેંગલુરુ પ્રેસ ક્લબના ગાંધી ભવનમાં કાળી શાહી ફેંકવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે બેંગલુરુમાં આજે લગભગ એક ડઝન લોકો પ્રેસ મીટિંગમાં ઘૂસી ગયા હતા અને ખેડૂત નેતા રાકેશ ટિકૈત Bhartiya Kisan Union leader Rakesh Tikait પર શાહી ફેંકી હતી. જ્યારે તેમના પર શાહી ફેંકવામાં આવી ત્યારે તેઓ મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા.

મીડિયા સંબોધન દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈત પાસે એક જૂથ ઘસી આવ્યું હતું. જેમણે ટિકૈત પર શાહી [INK] ફેંકી હતી. આ ઘટના બાદ ઘટનાસ્થળે હંગામો મચી ગયો હતો અને ખુરશીઓ વડે મારામારી પણ જોવા મળી હતી. ટિકૈટે રદ કરાયેલ કૃષિ કાયદાઓ સામે સ્ટિંગ ઓપરેશન વિશે વાત કરવા માટે પ્રેસ મીટ બોલાવી હતી જેમાં કર્ણાટકના એક ખેડૂત નેતા કથિત રીતે પૈસાની માંગણી કરતા પકડાયા હતા.

Viral Video વિડીયો- ખેડૂત નેતા રાકૈશ ટિકૈત પર શાહી ફેંકવામાં આવી: કર્ણાટક

શાહી વડે હુમલા બાદ ખેડૂત નેતા ટિકૈતે રાજ્યની ભાજપ સરકાર પર કાર્યક્રમ સ્થળ પર સુરક્ષા ન આપવાનો આરોપ પણ લગાવ્યો હતો. સમાચાર એજન્સી ANI અનુસાર, તેમણે કહ્યું, “સ્થાનિક પોલીસ દ્વારા અહીં કોઈ સુરક્ષા પૂરી પાડવામાં આવી નથી. આ સરકારની મિલીભગતથી કરવામાં આવ્યું છે.”

Related articles

Recent articles