Monday, May 16, 2022

વીડિયો- વાહ ભારત ! ઓપરેશન ગંગા એ પાકિસ્તાનીનો પણ બચાવ્યો છે જીવ

રશિયા યુક્રેનના સમાચાર, વાયરલ વિડીયો Viral Video : વિડીયો Video : રશિયા યુક્રેન વચ્ચે યુધ્ધ છેડાતા ભારતીય સહિત વિદેશી નાગરિકો યુક્રેનમાં ફસાયા હતા. વિવિધ દેશોના નાગરિકોએ યુક્રેનમાં યુધ્ધ છેડાય તે પહેલા યુક્રેન છોડી દિધુ હતું છતાં પણ કેટલાક લોકો ફસાયા હોય રેસક્યુ કરવા પડ્યા હતા. ભારતીય નાગરિકોને બચાવવા ભારત સરકારે ઓપરેશન ગંગા Opration Ganga શરૂ કર્યું હતુ. જે અંતર્ગત ભારતીય વિદ્યાર્થીઓને તો રેસક્યુ કર્યા સાથે એક પાકિસ્તાની મહિલા નાગરિકને રેસક્યુ કરી માનવતાની મિશાલ કાયમ કરી હતી.

ભારત-પાકિસ્તાન ખાટા સબંધો સતત મીડિયામાં સામે આવતા રહે છે. પરંતુ માનવતાની વાતમાં ભારતે ફરી એક કદમ આગળ વધારી દેશનું ગૌરવ વધાર્યુ છે. ઘટના એ છે કે, યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને રેસ્ક્યુ કરવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા શરૂ કર્યુ હતુ. આ ઓપરેશનથી હજારો ભારતીયને યુક્રેનથી વતન પરત લવાયા છે. ત્યારે એક પાકિસ્તાની મહિલાને પણ યુક્રેનમાંથી સુરક્ષિત બહાર લાવતા મહિલાએ વિડીયો મારફતે ભારત સરકારનો આભાર માન્યો છે.

જૂઓ વિડીયો-  ચાલુ યુધ્ધે યુક્રેની સૈનિકોએ કર્યા લગ્ન: રશિયા યુક્રેન યુધ્ધ

આ મહિલા નો એક વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં તે પોતાને પાકિસ્તાની હોવાનું જણાવી રહી છે. વિડીયોમાં તે જણાવે છે કે, મારૂ નામ આસ્મા શરીફ છે. તેમજ તે મદદ બદલ અને સુરક્ષિત યુક્રેનના કિવ શહેરની બહાર લાવવા બદલ ભારતીય દૂતાવાસ અને પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરે છે.

જૂઓ વિડીયો- મહિલાએ ડાન્સ કરતાં-કરતાં હોશ ખોયો પછી હાસ્ય રેલાયુ

Viral Video વિડીયો- ઓપરેશન ગંગા એ પાકિસ્તાનીનો પણ બચાવ્યો છે જીવ

મહિલાએ કથિત વિડીયોમાં વધુ જણાવ્યું હતુ કે, તે ખૂબ જ મુશ્કેલ વાતાવરણમાં ફસાઈ ગઈ હતી અને ભારતીય અધિકારીઓએ તેની મદદ કરી અને તેને સુરક્ષિત રીતે બહાર કાઢી જેના માટે પીએમ મોદીનો ખૂબ-ખૂબ આભાર. સૂત્રોના જણાવ્યા અનુસાર, અસ્માને ભારતીય અધિકારીઓએ બચાવી લીધી હતી. મળતી માહિતી મુજબ, આસ્મા જલ્દી જ પોતાના ઘરે પહોંચશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુધ્ધના કારણે હજારો ભારતીય નાગરિકોના જીવ જોખમમાં મુકાયા હતા. માટે યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને વતન ભારત પરત લાવવા ભારત સરકારે ઓપરેશન ગંગા શરૂ કર્યું હતુ. જે ઓપરેશન હેઠળ હાલ સુધીમાં 18 હજાર કરતા વધાર ભારતીય નાગરિકોને વતન પરત લાવવાનું કાર્ય કરવામાં આવ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે માહિતી આપી હતી કે, ઓપરેશન ગંગા અતર્ગત 75 વિશેષ નાગરિક ફ્લાઈટ દ્વારા 15 હજાર 521 ભારતીયોને એરલિફ્ટ કરી ભારત લવાયા છે. તેમજ ભારતની વાયુસેનાના 12 વિમાનો મારફતે કુલ 2467 ભારતીય નાગરિકોને વતન પરત લવાયા છે. તેમજ 32 ટન કરતા વધારે રાહત સામગ્રી યુક્રેનના પાડોશી દેશોમાં મોકલવામાં આવી છે.

- Advertisment -

Must Read

farmers protest leader ghulam mohammad jaula dies today

અલ્લાહ હુ અકબર, હર હર મહાદેવનો નારો આપી ખેડૂતોમાં એકતાના હિમાયતી...

Gujarati News Live નવી દિલ્હી : દેશના ઈતિહાસમાં સૌથી મોટું ખેડૂત આંદોલન અને આંદોલનકારી અને આગેવાનોની એકતા...