Homeરાષ્ટ્રીયજુઓ વિડીયો ચિત્રાવતી નદીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશનનો.

જુઓ વિડીયો ચિત્રાવતી નદીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશનનો.

-

ભારે વરસાદના કારણે નદીઓ અને નહેરોમાં પૂર આવ્યા હતા, પૂરમાં ફસાયેલા લોકોને Indian Air Force’s Mi-17 હેલીકોપ્ટરથી બચાવવામાં આવ્યા હતા.

આંધ્રપ્રદેશના રાયલસીમાના ત્રણ જિલ્લાઓ અને એક દક્ષિણ તટીય જિલ્લામાં શુક્રવારે 20 સે.મી જેટલો ભારે વરસાદને કારણે હાલ વિનાશ સર્જાયો હતો. અને મળતી માહિતી મુજબ વરસાદ સંબંધિત ઘટનાઓમાં 17 લોકોના મોત થયા હતા અને 100 લોકો ગુમ થયા હતા.

તિરુપતિથી જે તસવીરો સામે આવી રહી છે તેમાં સેંકડો શ્રદ્ધાળુઓ ભીષણ પૂરમાં ફસાયેલા જોવા મળે છે, ઘાટ રોડ અને તિરુમાલા હિલ્સના રસ્તાઓ પણ હાલમાં બંધ છે. તિરુપતિની નજીક આવેલી સ્વર્ણમુખી નદીમાં ઘોડા પૂર આવ્યું છે અને તમામ જળાશયો છલકાઈ ગયા છે.

જુઓ Viral Video india આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં ચિત્રાવતી નદીમાં (Chitravati River) ફસાયેલા લોકો Rescue operation હાથ ધરાયું હતું.

ભારે વરસાદના કારણે આવેલા પૂરમાં અનેક લોકો ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. રાજ્ય પરિવહન નિગમની ત્રણ બસો પણ ફસાઈ ગઈ હતી પણ 12 લોકોને બચાવી શકાયા નથી. કડપા જિલ્લામાં 12 લોકો હજુ પણ ગુમ છે તેની શોધ ખોળ હજુ ચાલુ છે,અને વાયુસેના, SDRF અને ફાયર સર્વિસના જવાનોએ અચાનક પૂરમાં ફસાયેલા ઘણા લોકોના જીવ બચાવ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન વાય.એસ જગનમોહન રેડ્ડી સાથે ટેલિફોન પર વાત કરી હતી અને પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી અને રાજ્યને તમામ પ્રકારની સહાય આપવાનું વચન આપ્યું હતું.

મુખ્યમંત્રીએ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના અધિકારીઓને પહાડી પર ફસાયેલા શ્રદ્ધાળુઓ માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા કરવા જણાવ્યું છે. કુદ્દાપાહ જિલ્લાના રાજમપેટા ખાતે ચેયેરુ નહેરમાં આવેલા અચાનક પૂરમાં ઓછામાં ઓછા પાંચ લોકોએ જીવ ગુમાવ્યા અને 12 લોકો હજુ પણ ગુમ છે. જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય રામા રાજુએ પી.ટી.આઈને જણાવ્યું કે જિલ્લામાં કુલ આઠ લોકોના મોત થયા છે.

વધુ વાંચો – Viral Video જુઓ ગાયનું છાણ ખાતા MBBS ડોક્ટરનો

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....