Sunday, May 15, 2022

વીડિયો/ યુવકે UP ગોરખનાથ મંદિરના ગેટ પર પોલીસ પર કર્યો હુમલો, યોગી છે મઠના મહંત

Latest Viral Video વાયરલ વિડીયો, આજના સમાચાર News Gujarati Today : ઉત્તર પ્રદેશ UP ના ગોરખપુરમાં ગોરખનાથ મંદિરની બહાર IIT પાસઆઉટ એન્જિનિયરે બે પોલીસકર્મીઓ પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો એટલું જ નહીં, ધાર્મિક સૂત્રોચ્ચાર કરીને મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ ટોળાએ તેને પકડી લીધો.

આ ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે. નાટકીય દેખાતા વિડિયોમાં, એન્જિનિયર ગોરખનાથ મઠના મુખ્યાલય, ગોરખનાથ મંદિરની બહાર બૂમો પાડતો અને ખંજર લહેરાવતો જોવા મળે છે. આ મઠના મુખ્ય પૂજારી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે. પોલીસ દ્વારા અહેમદ મુર્તઝા અબ્બાસી તરીકે ઓળખાયેલ આરોપી વ્યક્તિ પર પણ ટોળા દ્વારા પથ્થરમારો થયો તે વીડિયોમાં જોઈ શકાય છે.

પોલીસે જણાવ્યું કે મુર્તઝા ગોરખપુરનો વતની છે અને પ્રતિષ્ઠિત IIT (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી) – બોમ્બેમાંથી પાસ આઉટ છે. તે વર્ષ 2015માં IIT બોમ્બેમાંથી સ્નાતક થયો હતો. ગોરખપુરના અધિક પોલીસ મહાનિર્દેશક અખિલ કુમારે કહ્યું, “તેની પાસેથી એક લેપટોપ અને એક ફોન મળી આવ્યો છે. એક ટિકિટ પણ મળી આવી છે. આ મામલે તપાસ ચાલી રહી છે.”

Viral Video/ યુવકે UP ગોરખનાથ મંદિરના ગેટ પર પોલીસ પર કર્યો હુમલો

કુમારે પત્રકારોને કહ્યું, “અમે કંઈ પણ નકારી શકતા નથી. આતંકવાદી એંગલ પણ હોઈ શકે છે. આ મામલો આતંકવાદ વિરોધી દળને ટ્રાન્સફર કરવામાં આવશે,” કુમારે પત્રકારોને જણાવ્યું હતું.

આરોપી હુમલાખોર મુર્તઝા સહિત અન્ય બે પોલીસકર્મી પણ ઘાયલ થયા છે. તમામની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે આઈપીસીની ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને આરોપીની પૂછપરછ કરી રહી છે. પોલીસે આરોપીઓના નિવેદનની તપાસ હાથ ધરી છે.

ધાર્મિક સૂત્રોચ્ચાર કરતા, એક યુવકે રવિવારે સાંજે ગોરખપુરના ગોરખનાથ મંદિરના દક્ષિણી દરવાજા પર મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. તેને સુરક્ષામાં તહેનાત બે પીએસી કોન્સ્ટેબલને ધારદાર હથિયાર વડે ઘાયલ કર્યા. સુરક્ષાકર્મીઓ દ્વારા તેને પકડવાના પ્રયાસમાં તે વ્યક્તિ પણ ઘાયલ થયો હતો. ઉલ્લેખનીય છે કે ગોરખનાથ મંદિર નાથ સંપ્રદાયની સર્વોચ્ચ પીઠ છે અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ પીઠના મહંત છે.

- Advertisment -

Must Read

instant load fraud application scam vadodara women photo viral police registered fir

ઈનસ્ટન્ટ લોનની એપ્લિકેશમાંથી લોન લેતા ચેતજો ! મહિલાને બદનામ કરવા આવા...

Gujarat News Live વડોદરા : મહિલા સુરક્ષાની વાતો વચ્ચ મહિલાઓ સબંધીત ગુનામાં વિકાસ જોવા મળે છે. પરંતુ વડોદરા પોલીસ...