Homeવાયરલ ખબરVideo/વ્હેલ માછલી બોટ પર કૂદી, પ્રવાસીઓના હાડકાં તૂટ્યા...

Video/વ્હેલ માછલી બોટ પર કૂદી, પ્રવાસીઓના હાડકાં તૂટ્યા…

-

Huge Whale Viral Video on Social Media ટ્રેન્ડિંગ વીડિયો : બોટ પર કૂદતી વ્હેલ માછલીનો વિડીયો સોશિયલ મીડિયા Social Media પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ ડરામણી ઘટના મેક્સિકોની છે. અહીં એક મોટી હમ્પબેક વ્હેલ Humpback Whaleએ મેક્સિકોમાં એક પ્રવાસી બોટને કચડી નાખી. આ ઘટનામાં બોટમાં સવાર ચાર પ્રવાસીઓ ઘાયલ થયા છે. આ વિલક્ષણ ક્ષણ કેમેરામાં કેદ થઈ હતી અને તેને ટ્વિટર Tweeter પર શેર કરવામાં આવી હતી. વાયરલ વિડીયોમાં Viral Video એવું જોવા મળે છે કે એક મોટી વ્હેલ માછલી બોટની નજીક આવે છે, હવામાં કૂદી પડે છે અને બોટ પર કૂદી પડે છે. આ ઘટના કેલિફોર્નિયાના અખાતમાં અહોમના ટોપોલોબેમ્પો ખાડીની છે.

આ વિડીયો ક્લિપ Video Clipમાં, મોટી વહેલને હવામાં કૂદકો મારતા જોઈ શકાય છે, જોકે તે પાણીમાં પાછા જવાને બદલે નાની હોડીની પાછળના ભાગ પર પડે છે. જેના કારણે હોડીને નુકશાન પહોંચ્યુ હતું. દુર્ધટના બાદ વહેલ માછલી તરવા લાગી હતી.

વીડિયો/વ્હેલ માછલી બોટ પર કૂદી, પ્રવાસીઓના હાડકાં તૂટ્યા – Whale Viral Video

news.com.au મુજબ, આ બોટમાં મુસાફરી કરી રહેલા બે પુરૂષ અને બે મહિલા પ્રવાસીઓ ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. એક મહિલાનો પગ તૂટી ગયો હતો જ્યારે એક પુરુષની પાંસળી તૂટી ગઈ હતી અને માથામાં ઈજા થઈ હતી.

વાયરલ વીડિયોમાં બતાવેલી બોટની હાલત

BrujitaMerak એ આ વીડિયો પોસ્ટ કર્યો છે. તેણે ઘટના બાદ બોટની તસવીર પણ શેર કરી હતી. આ તસવીરમાં દેખાઈ રહ્યું છે કે બોટની છત સંપૂર્ણ રીતે તૂટી ગઈ છે અને રેલિંગ પણ બહાર આવી ગઈ છે.

અધિકારીઓએ આ ઘટના માટે બોટ ઓપરેટરને જવાબદાર ગણાવ્યા કારણ કે તેઓ બોટને વ્હેલની ખૂબ નજીક લઈ ગયા હતા. અહોમમાં નાગરિક સુરક્ષા સંયોજક ઓમર મેન્ડોઝા સિલ્વા માને છે કે વ્હેલ માછલીને બોટ નજીક આવવાથી ખતરો લાગ્યો હતો અને તેથી જ તે કૂદી પડી હતી. આ પછી બોટના કેપ્ટનને વ્હેલ માછલીથી યોગ્ય અંતર રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Must Read