Viral Video ITBP Solders : રાજ્યમાં શીયાળાનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે કકડતી ઠંડીમાં ઘરની બહાર નિકળવાનું પણ મન થાય તેવો માહોલ છે. પરંતુ દેશના સિમાડાની રક્ષા માટે ભારતીય જવાનો Indian Army માઈનસ ડિગ્રી તાપમાનમાં બરફ વચ્ચે પણ તૈનાત છે. દરમિયાન બરફાચ્છાદિત પહાડો પર 14,000 ફૂંટ ઊંચે તૈનાત જવાનોનો (Himveers) એક વીડિયો (Viral Video) સામે આવ્યો છે જેને જોઈને દરેક ભારતિય ગર્વ લઈ રહ્યા છે.
ભારતીય સૈનિકો માતૃભૂમીની રક્ષા કોઈ પણ પ્રકારે કરવાનું પ્રણ લઈને સજ્જ થયા હોય છે. ત્યારે તેમને આકરામાં આકરી સ્થિતીમાં પણ હસતા ચહેરે દેશની રક્ષા કરવાની ફરજ હોય છે. આ કાર્ય માટે તેમની સહનશક્તિને પણ દાદ દેવી પડે. તેમની સહનશક્તિનું એક મોટું ઉદાહરણ આ વીડિયોમાં જોઈ શકાય છે.
Viral video જૂઓ Himveers ભારતીય આર્મીના (ITBP) ના જવાનોનો વીડિયો
તાજેતરમાં જ એક વિડીયોમાં સામે આવ્યો છે, જેમાં ITBP (ઈન્ડો તીબેટીયન બોર્ડર પોલીસ) ના જવાનો બરફ વચ્ચે 14,000 ફૂટ ઊંચાઈ પર કડકડતી ઠંડીમાં વૉલીબૉલ રમતા જોવા મળે છે. ઢીંચણ સુધી બરફ અને માઈનસ તાપમાન વચ્ચે હોંશે હોશેં વૉલીબૉલ રમતા જવાનો જોઈ લોકો આશ્ચર્ય અનુભવી રહ્યા છે. સાથે જ લોકો ભારતીય સુરક્ષા જવાનો પર ગર્વ પણ લઈ રહ્યાં છે.
આ પહેલા પણ એક વીડિયો સામે આવ્યો હતો જેમા જવાનો બરફમાંથી 6.5 કિલોમીટર પગપાળા પસાર થઈ ગર્ભવતી મહિલાની મદદે આવ્યા હતા. જેમાં 8 જાન્યુઆરીના રોજ સવારે બોનિયાર તાલુકામાં LOC પાસે સ્થિત ઘગ્ગર હિલ ગામમાંથી સેનાને ઈમરજન્સી માટે કોલ મળ્યો હતો. ઈમરજન્સી કોલમાં ગર્ભવતી મહિલા માટે મદદ માંગવામાં આવી હતી, અને સેનાએ વિકટ સ્થિતીમાં પણ મદદ પહોંચાડી ગૌરવશાળી કાર્ય કર્યુ હતુ.