Homeગુજરાતરાજકોટબાળક પરથી ટ્રેન પસાર થઈ જવા છતાં પણ બાળકનો આબાદ બચાવ: રાજકોટ

બાળક પરથી ટ્રેન પસાર થઈ જવા છતાં પણ બાળકનો આબાદ બચાવ: રાજકોટ

-

રાજકોટ : રાજકોટમાં રામ રાખે તેને કોણ ચાખે તેવી કહેવતને સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાજકોટના રેલ્વે સ્ટેશન (Rajkot Railway Station) પર એક બાળક પડી જતા રેલ્વેના પાટા પર આવી ગયો હતો. બાળક પાટા પર પડી જતા તેના પરથી ચાર જેટલા કોચ પસાર થઈ ગયા હતા. પરંતુ છતાં ચમત્કારીક રીતે બાળકનો આબાદ બચાવ થયો છે. આટલી ગંભીર ઘટનામાં બાળકને ઘસરકા બરાબર પણ ઈજા નથી થઈ. સાથે જ ઘટના સમયના સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે, આ બાળકને પડતા જોઈ સ્થળ પર હાજર આરપીએફ કોન્સ્ટેબલ સોનુ  વર્મા દોડી ગાય હતા. જાંબાઝી પૂર્વક સોનુ વર્માએ બાળકને ઉગારી બહાર લાવતા જ બાળકની માતા બાળકેને ભેટી પડી હતી. આ ઘટનાના દ્રશ્યો પણ સીસીટીવીમાં (CCTV) કેદ થતા વિડીયો સ્વરૂપે સામે આવ્યા છે.

રેલ્વે જંકશન પર બાળક રેલ્વેના પાટા પર પડી જતા તાત્કાલીક સ્ટેશન પર ફરજ બજાવતા આર.પી.એફ. ના મહિલા કોન્સ્ટેબલ સોનુ વર્માએ બાળકને બચાવવા દોટ મુકી હતી. મહિલા કોન્સ્ટેબલ સોનુ વર્માએ બાળક તરફ દોડી હિંમતપૂર્વક બાળક સાથે સંવાદ શરૂ કરી બાળકને જે સ્થિતીમાં છે તે સ્થિતમાં જ સુતા રહેવા જણાવ્યુ હતું. બાળક પણ હિંમત પૂર્વક એ જ સ્થિતીમાં રહેતા તેનો જીવ બચી ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, બાળક પરથી એક નહીં બે નહીં પરંતુ ચાર ચાર જેટલા કોચ પસાર થઈ ગયા હતા.

પોતાના પુત્રને મોતના મોં માથી બહાર લાવવા જાંબાઝી પૂર્વક કાર્ય કરતા કોન્સ્ટેબલ સોનુ વર્માને ભેટી રેડી પડતી જોવા મળી હતી. ભાવૂક દ્રશ્યો સર્જાતા રેલ્વે સ્ટેશન પર હાજર લોકોએ સોનુ વર્માની સરાહના કરી હતી. હાલ આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો મહિલા કોન્સ્ટેબલ સોનુ વર્માની કામગીરીના વખાણ કરતા થાકતા નથી.  

વધુ વાંચો- રાજકારણીની ધમકી વાળી ફેસબુક પોસ્ટ બાદ ASI હિતેન્દ્રસિંહ થયા સસ્પેન્ડ: રાજકોટ

Must Read