Homeવાયરલ ખબરઆઝાદીના મહોત્સવ વચ્ચે નનામી સાથે નદી ઓળંગતા ગ્રામજનોનો વિડીયો આવ્યો સામે

આઝાદીના મહોત્સવ વચ્ચે નનામી સાથે નદી ઓળંગતા ગ્રામજનોનો વિડીયો આવ્યો સામે

-

ભરૂચ ન્યુઝ : દેશ અને રાજ્યમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી માટે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી ચાલી રહી છે. બીજી તરફ આઝાદીના 75 વર્ષ બાદ પણ રાજ્યમાં એવા ગામડા પણ અસ્તીત્વમાં છે જ્યાં વરસાદ બાદ સમસ્યાનો અંબાર ખડો થાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો બાદ વધુ એક ઘટના સામે આવી જેમાં વરસાદ બાદ લોકો દારૂણ પરિસ્થીતીમાં મુકાય જતા હોય છે.

વાયરલ વિડીયો Viral Video માં જોઈ શકાય છે કે, ચોમાસાની ઋતુમાં પાણી ભરાયા છે અને ગામમાં પુલ ન હોવાને કારણે અંતિમયાત્રા નદીના પાણીમાં ચાલીને લોકો લઈ જઇ રહ્યા છે. ભરૂચના આ ગામની હાલત પ્રથમ વખત આવી થઈ હોય તેમ નથી. અગાઉ પણ આ પ્રકારે ચોમાસાના દિવસોમાં ગામ મજબૂરી વશ મૃતકની અંતિમક્રિયા માટે નદી ઓળંગી જવા મજબૂર બન્યા છે તેવી માહિતી મળી રહી છે.

જોઈ શકાય છે કે જેના કારણે 20 જેટલા લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને મૃતકની નનામી લઈને નદી ઓળંગી રહ્યા છે. આ મામલે ગામના લોકોનું કહેવું છે કે, અવાર-નવાર તંત્ર સામે રજૂઆતો બાદ પણ સકારાત્મક નિર્ણયો લેવાયા નથી. અને વર્ષોથી ગામની બદતર સ્થિતી યથાવત છે. પરંતુ હવે સોશિયલ મીડિયા મારફેત વિડીયો વાયરલ થતા લોકો સરકાર પર આકરી ટિકાઓ કરી રહ્યાં હોય કદાચ સરકાર ગ્રામજનોની મુશ્કેલી સમજી તેનું નિરાકરણ કરશે તેવી આશા છે.

વધુ વાંચો- ટિકર(રણ) ગામ પાસેથી પિસ્તોલ સાથે આરોપી પકડી હળવદ પોલીસે કાર્યવાહી કરી

Must Read