Homeરાષ્ટ્રીયલાફો ઝીંક્યો: NCP કાર્યકરે ભાજપ નેતાની ઓફિસમાં જઈ ચોડી દિધો ફડાકો, શરદ...

લાફો ઝીંક્યો: NCP કાર્યકરે ભાજપ નેતાની ઓફિસમાં જઈ ચોડી દિધો ફડાકો, શરદ પવાર વિરૂધ્ધ પોસ્ટનો મામલો

-

Viral Video Gujarati News મુંબઈ : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના કાર્યકરોએ રવિવારે પાર્ટીના વડા શરદ પવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પોસ્ટ પર મહારાષ્ટ્ર ભાજપના નેતા વિનાયક આંબેકર Vinayak Ambekar પર હુમલો કર્યો. આ હુમલાનો વિડીયો Video રાજ્ય બીજેપીના વડા ચંદ્રકાંત પાટીલે પોસ્ટ કર્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ Viral થતા લોકો ઘટનાને વખોડી એનસીપીની ટીકા કરી રહ્યાં છે.

સોશિયલ મીડિયા Social Media ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં, NCPના કેટલાક કાર્યકરો અંબેકર સાથે દલીલ કરતા જોવા મળે છે જ્યારે અચાનક સફેદ શર્ટ પહેરેલા એક કાર્યકર્તાએ NCP Worker ભાજપના નેતાને થપ્પડ Slap મારી દીધી હતી. હુમલા બાદ વિનાયક આંબેકરે પુણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આંબેકરે એવો પણ આક્ષેપ કર્યો છે કે NCP સાંસદ ગિરીશ બાપટે તેમને તેમની સોશિયલ મીડિયા પોસ્ટ માટે માફી માંગવા કહ્યું હતું.

પાટીલે મરાઠી ભાષામાં ટ્વિટ કરતા લખ્યું છે કે, “મહારાષ્ટ્ર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પ્રા. વિનાયક આંબેકર પર એનસીપીના ગુંડાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને ભાજપ વતી હું આ હુમલાની સખત નિંદા કરું છું. આ એનસીપીના ગુંડાઓ સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ!”.

શનિવારે, મરાઠી અભિનેતા કેતકી ચિતાલે અને એક વિદ્યાર્થી, નિખિલ ભામરેની કથિત રીતે શરદ પવાર પર વાંધાજનક ફેસબુક પોસ્ટ શેર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેણીને 18 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવી છે.

Viral Video વિડીયો NCP કાર્યકરે ભાજપ નેતાની ઓફિસમાં જઈ ચોડી દિધો ફડાકો

તેની સામે કુલ પાંચ કેસ નોંધવામાં આવ્યા છે અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે. તેણી પર માનહાનિ, વર્ગો વચ્ચે દુશ્મનાવટ અને 153 A (લોકો વચ્ચે વિસંગતતા પેદા કરવા)નો આરોપ મૂકવામાં આવ્યો છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....