Homeમનોરંજનઈ સીગારેટના કસ ખેંચી ગરબે ઘુમતી યુવતીનો વિડીયો વાયરલ વડોદરા

ઈ સીગારેટના કસ ખેંચી ગરબે ઘુમતી યુવતીનો વિડીયો વાયરલ વડોદરા

-

Viral Video Gujarat : વડોદરા (Vadodara)માં નવરાત્રિની ઉજવણી ખુબ ઉત્સાહ પુર્વક કરવામાં આવે છે. પરંતુ આ વખતે વડોદરાના નવરાત્રિ ગરબા બે બે વખત ચર્ચામાં આવ્યા છે. એક વખત યુનાઈટેડ વે (United Way of Baroda) ગરબામાં થયેલો હંગામો અને બીજું ઈ સીગારેટ સાથે ગરબાના તાલે ઝુમતી યુવતીનો વાયરલ વિડીયો (Viral Video). આ વિડીયો વાયરલ થતા સવાલો એટલે પેદા થયા કે પ્રતિબંધીત ઈ સીગારેટ સાથે યુવતી આરામથી ગરબા રમી રહી છે.

મળતી માહિતી મુજબ, વડોદરાના વિશ્વ વિખ્તાય ગરબા યુનાઈટેડ વે ફરી ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચાલુ ગરબાએ એક યુવતી ઈ સીગારેટના કસ ખેંચી ધુમાડા કાઢી રહી છે. યુવતી સીગારેટ પીવે તે મુદ્દો અલગ છે પણ અહીં વાત ઈ સીગારેટની છે કે જાહેરમાં ઈ સીગારેટ પીવાય છે અને તેને આપણે પ્રતિબંધીત કરી છે.

આ યુવતી સાથે જ પાછળ ગરબા રમતા યુવાનના હાથમાં પણ ઈ-સીગારેટ જોવા મળી રહી છે. આમ લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે યુવતી વડોદરાની સ્થાનિક છે. આવી પ્રવૃત્તિઓ ગરબાના ગ્રાઉન્ડમાં ચલાવી લેવાય નહીં તેવું પણ કેટલાક લોકોનું માનવું છે.

Viral Video Gujarat

એક તરફ કાયદાકીય રીતે પ્રતિબંધીત ઈ સીગારેટનો મુદ્દો છે તો બીજી તરફ કેટલાક ધાર્મિક સંગઠન સાથે સંકળાયેલા લોકો ધાર્મિક રીતે આ બાબતને જોઈ રહ્યાં છે. સાથે જ ગરબાને બદનામ કરવા માટે થયેલું ષડયંત્ર હોય તેવી કેટલાક લોકોમાં આશંકા જોવા મળી છે.

જૂઓ વિડીયો- વિધાનસભામાં ધારાસભ્ય આવું કરવા જાય છે ?

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...