Viral Video Gujarat Congress : ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, બીજી તરફ કોરોના ફેલાય તેવા કામ કરતા નેતાઓ વધી રહ્યા છે. સત્તાપક્ષ ભાજપના (BJP) કાર્યક્રમો સમયે કોરોનાની ગાઈડલાઈનના નામે ભાંડતી કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર (Jagdish Thakor) સહિતના નેતાઓ નિયમો ભૂલી ઠુમકા મારતા હોય તેવો વીડિયો (Dance Video) સામે આવ્યો છે.
આ નેતાઓ જોવા મળ્યા હતા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરના ભાઈ અમૃત ઠાકોરના પુત્રના લગ્ન પ્રસંગનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ઠુમકાં ડાન્સ કરતા અને કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવતા કોંગ્રેસી દિગ્ગજો જોઈ શકાય છે. આ વીડિયોમાં આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, બળદેવજી ઠાકોર ધારાસભ્ય સી. જે. ચાવડા, ઈન્દ્રવિજયસિંહ ગોહેલ જોવા મળ્યા હતા.
Viral Video Gujarat Congress નેતાઓ ઠુમકા Dance માં નિયમો ભૂલ્યા
નોટો ઉડાવતા નેતા ગરીબોની વાત કરશે ?
ગરીબી અને ગરીબોની વાતો કરતા નેતાઓ રૂપિયાની છોડો ઉડાવતા દેખાય છે. કોરોનાની વાતો કરતા નેતાઓ ગાઈડલાઈનભંગ કરતા દેખાઈ છે અને શિષ્તની વાતો કરતા નેતાઓ કુદી-કુદીને ઠુમકા મારતા દેખાઈ છે.
આ સત્તામાં આવે તો શું કરે !
નરોડામાં યોજાયેલા આ લગ્ન પ્રસંગનો વીડિયો જનતા સમક્ષ આવતા નેતાઓ ઉઘાડી પડી ગયા હતા. આ નેતાઓ સત્તામાં આવે તો શી ભલી વાર કરે અને રાજ્યની શું હાલત કરે તે તો ઉપર વાળો જ જાણે તેવી લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે.
સત્તાપક્ષ અને વિપક્ષ બંને બેદરકાર
સામાન્ય નાગરિકો જ્યારે કોરોનાથી પીડાઈ રહ્યા છે ત્યારે દેશના ને રાજ્યના નેતાઓ તાયફાઓ કરી રહ્યા છે. 2 દિવસ પહેલા સોમનાથમાં ભાજપના મંત્રીઓ ગાઈડલાઈનનો ભંગ કરતા જોવા મળ્યા તો ઉત્તરપ્રદેશમાં ગૃહમંત્રી અમિત શાહ ખુદ ચૂંટણી પ્રચારમાં ગાઈડલાઈનનો ભંગ કરતા જોવા મળ્યા હતા. સત્તાપક્ષને કાબુમાં રાખવા માટે વિપક્ષ હોય છે જે સતત આલોચના કરી સત્તાનો મદ ઉતારતા રહે છે. પરંતુ અહિં તો વિપક્ષ ખુદ કંઈક જૂદા જ મદમાં હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.