Homeરાષ્ટ્રીયવિધાર્થીની ધોલાઇ કરતા શિક્ષક... શરમથી તમારું માથું જુકી જશે

વિધાર્થીની ધોલાઇ કરતા શિક્ષક… શરમથી તમારું માથું જુકી જશે

-

શિક્ષકની કરતૂતો થઇ કેમેરામાં કેદ, વર્ગખંડમાં દલિત વિદ્યાર્થીને લાત અને વાળ પકડી મુક્કો મારવામાં આવ્યા પછી લાકડીઓથી મારવામાં આવ્યો

સરકારી શાળાના(Government school) વર્ગખંડમાં સહાધ્યાયીઓની સામે દલિત(Dalit) વિદ્યાર્થીને(Student) તેના વાળ પકડી માર મારતા અને લાત મારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ(Viral Video) થઈ રહ્યો છે.હાલમાં આ કેસમાં આરોપી શિક્ષકની(Teacher) ધરપકડ કરવામાં આવી છે, અને તેના પર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઘટના તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લામાં બનેલી છે.

વધુ જુઓ – વિડીઓ – બે શિક્ષકોએ લીધા ધુમ્બા રાસ.

વાયરલ થઈ રહેલા 28-સેકન્ડના વીડિયોમાં તે સ્પષ્ટ પણે દેખાય છે કે, 56 વર્ષીય શિક્ષક સુબ્રમણ્યમ 17 વર્ષીય વિદ્યાર્થીને વાળ પકડીને મારતા હતા. વીડિયોમાં શિક્ષક વિદ્યાર્થીને લાત મારતો જોવા મળે છે. વિદ્યાર્થી ઘૂંટણ પર જમીન પર બેઠો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થી શિક્ષકની સામે આજીજી કરી રહ્યો છે અને રડી રહ્યો છે.

જિલ્લાના ચિદમ્બરમ ખાતે સરકારી નંદનાર બોયઝ ઉચ્ચતર માધ્યમિક શાળાનો 17 વર્ષીય વિદ્યાર્થી શિક્ષક દ્વારા કરવામાં આવેલી મારપીટમાં ઘાયલ થયો છે. અને તેને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને તેમના પર કરવામાં આવેલા હુમલાનો વીડિયો પુરાવા તરીકે રજૂ કર્યા છે.

ધરપકડની પુષ્ટિ કરતા કડલોરના પોલીસ અધિક્ષક એસ શક્તિ ગણેશને એનડીટીવીના પત્રકારને જણાવ્યું હતું કે, “અમે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ ભૌતિકશાસ્ત્રના શિક્ષકની ધરપકડ કરી છે અને હાલમાં તપાસ ચાલુ છે.” શિક્ષકના ગુસ્સાનું કારણ શું હતું? આ અંગે ગણેશને કહ્યું કે, “શાળામાં નિયમિત વર્ગ પ્રવૃત્તિ ચાલુ હતી પરંતુ વિદ્યાર્થી હાજર રહી શક્યો નહીં, જેના કારણે શિક્ષક ગુસ્સે થયા.”

કોવિડ રોગચાળાને કારણે એક વર્ષથી વધુ સમય સુધી બંધ રહ્યા બાદ ફરી શાળા ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, હાલમાં 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે વર્ગો ફરી શરૂ થયા છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....