Homeવાયરલ ખબરવીડિયો: ભારત 1 મીનિટમાં સમજો ! ખાન સરના વાયરલ વીડિયો પર રવિના...

વીડિયો: ભારત 1 મીનિટમાં સમજો ! ખાન સરના વાયરલ વીડિયો પર રવિના ટંડને આવું કહ્યું

-

વાયરલ વીડિયો Viral Video, Funny Video જાણવા જેવું ગુજરાતી : પોતાની શીખવવાની શૈલી માટે પ્રખ્યાત પટનાના ‘ખાન સર’નો વધુ એક વિડીયો video વાયરલ Khan Sir Video Viral થઈ રહ્યો છે. આ વીડિયો બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડને Raveena Tandon તેના અંગત ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયોમાં ખાન સર ભારતના નકશા પર દેશની નદીઓ અને ભૌગોલિક સીમાઓ સમજાવતા જોવા મળે છે.

આ વીડિયો લખાયો ત્યાં સુધી આ વીડિયોને 7 લાખ કરતા પણ વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયોને લગભગ 50 હજાર લાઈક્સ અને લગભગ હજાર રિટ્વીટ મળ્યા છે. આ સાથે તમામ યુઝર્સે પણ પ્રતિક્રિયા આપી છે.

વાસ્તવમાં અભિનેત્રી રવિના ટંડને ટ્વિટર પર પટનાથી ‘ખાન સર’નો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું- ‘ગુરુ’. રવિના દ્વારા #Guru કેપ્શન સાથે પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો યુઝર્સ દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે.

Viral Funny Video વીડિયો ભારત 1 મીનિટમાં સમજો ! ખાન સરનો વાયરલ વીડિયો

જૂઓ વિડીયો- આટલો મહાકાય અજગર ! રસ્તો ઓળંગતો અજગર જોઈ ચોંકી જશો

જૂઓ વીડિયો – ડ્રોનથી વરમાળા આવતા વરરાજાએ કર્યું એવું કે વીડિયો થયો વાયરલ

વીડિયોમાં ખાન સર ભારતના નકશાની સામે ઉભા રહીને દેશની ભૌગોલિક સીમા અને નદીઓ વિશે ચર્ચા કરતા જોવા મળે છે. વીડિયોના અંતે, ખાન સર Khan Sir રાષ્ટ્રગીતના ‘પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, દ્રવિડ, ઉત્કલ, બંગ’ દ્વારા અખંડ ભારતની વાત કરી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓનો અવાજ આવી રહ્યો છે.

જણાવી દઈએ કે ખાન સર બિહારની રાજધાની પટનાના રહેવાસી છે. ખાન સર ઓનલાઈન ક્લાસ આપે છે, જે તેમની યુટ્યુબ ચેનલ પર જોઈ શકાય છે. તે પોતાની રસપ્રદ સ્ટાઈલને કારણે હેડલાઈન્સમાં રહે છે. હાલમાં જ તે RRB-NTPC Result ના મામલામાં પણ ચર્ચામાં આવ્યો હતો.

Must Read