HomeગુજરાતરાજકોટVideo/લોધીકાનું શ્વાન સિંહને ભગાડે છે, વિડીયો વાયરલ થતા લોકામાં રમૂજ પ્રસરી

Video/લોધીકાનું શ્વાન સિંહને ભગાડે છે, વિડીયો વાયરલ થતા લોકામાં રમૂજ પ્રસરી

-

Trending Video લોધીકા : ગીરના ડાલામથા સિંહ Lion હવે ગીરની આસપાસના શહેરોમાં તો ઠીક પણ રાજકોટ સુધી જોવા મળે છે. ગળે ન ઉતરે તેવી વાત છે પણ રાજકોટ શહેરથી 30 કિલોમીટર દૂર આવેલા લોધિકા ગામમાં છેલ્લા 4 દિવસથી સિંહણના ધામા છે. સિંહણ લોધિકા તાલુકાના ગામડાઓમાં ફરી રહી છે. પરંતુ આ સિંહણનો એક કથિત વિડીયો Video સામે આવ્યો છે જે હાલ વાયરલ બન્યો છે. વાયરલ વિડીયો Viral Video માં જોઈ શકાય છે કે જંગલના ખુંખાર પ્રાણી સિંહને એક શ્વાન ભગાડી રહ્યો છે. સિંહની પાછળ શ્વાન દોડતા સિંહ Dogઉભી પૂંછડીએ ભાગવા લાગે છે તેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

લોધિકા Lodhika તાલુકામાં છેલ્લા 4 દિવસથી સિંહ હોવાની વાત સામે આવતા ગ્રામજનો ભયમાં છે. ત્યારે એક ખેતરમાં સિંહની પાછળ દોડી રહેલા શ્વાનનો વિડીયો Lion Dog Video સામે આવતા લોકો રમૂજ કરતા જોવા મળે છે. લોકો કહે છે કે આ સિંહ કેવો કે કુતરો પાછળ દોડે તો પણ ભાગવા લાગે ! કેટલાક લોકો કહે છે કે હવે ડરવાની જરૂર નથી આપણા ગામના કુતરા પણ સિંહને ભગાડે તેવા જાબાંઝ છે !

આ વીડિયોમાં જોઈ શકાય છે કે સિંહને જોઈ ખુલ્લા ખેતરમાં એક શ્વાન ભસવા લાગે છે અને દોડવા લાગે છે. આ શ્વાન દોડતા સિંહ રીત સર ભાગવા લાગે છે તે પણ જોઈ શકાય છે. આ ઘટનાનો સ્થાનિક વ્યક્તિએ વિડીયો કેમેરામાં કેદ કરતા વીડિયો વાયરલ થયો છે.

Viral Funny Video લોધીકામાં શ્વાન સિંહની પાછળ દોડ્યું વિડીયો વાયરલ Lion Dog Video

સ્થાનિકોના જણાવ્યા મુજબ લોધિકા તાલુકામાં દેખા દેતા સિંહને શનિવારના રોજ સાંગણવા ગામે તેમજ મોડી રાત્રે મેંગણી ગામે દેખા દિધા હતા. ત્યારે સ્થાનિકો સિંહ દર્શન કરવા માટે ગામડા ખૂંદતા પણ જોવા મળી રહ્યાં છે. જેમાં દિવસે સાંગણવામાં જોવા મળેલા સિંહ અને શ્વાનનો આ વિડીયો લોકોએ કેમેરે કંડાર્યો હોવાનું જાણવા મળે છે.

બીજી તરફ લોધિકા પંથકના ખેડૂતોમાં ફફડાટ પણ જોવા મળે છે. ઉનાળું પાકના રખોપું કરવાના ટાણે ખેડૂતોનો મુશ્કેલી જોવા મળે છે. આ મામલે વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે પણ સિંહ સતત લોકેશન બદલી રહ્યો હોય લોકોમાં ભય છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટની હદમાં સિંહ જોવા મળ્યાની આ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ રાજકોટની નજીક આવેલા ત્રંબા ગામ પાસે સિંહના પડાવ થયા હતા. સિંહ રાજકોટ અને ગોંડલની હદમાં ફરતા જોવા મળ્યા હતા. એ પહેલા પણ ચોટીલા પંથમાં સિંહ જોવા મળ્યા હતા. પરંતુ રાજકોટની 21 કિલોમીટર જેટલા નજીક સિંહ જોવા મળ્યાનો પ્રથમ બનાવ હોવાનું માનવામાં આવે છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....