Homeવાયરલ ખબરજૂઓ વીડિયો: વખાણમાં ભાન ભૂલ્યા ભાજપ નેતા, હાસ્યનો શિકાર બન્યા

જૂઓ વીડિયો: વખાણમાં ભાન ભૂલ્યા ભાજપ નેતા, હાસ્યનો શિકાર બન્યા

-

વાયરલ વીડિયો Viral Video, કોમેડી ગુજરાતી Funny Video : રશિયા યુક્રેન યુધ્ધ વચ્ચે હજારો ભારતીય વિદ્યાર્થી સહિતના નાગરિકો ફસાયાના અહેવાલ છે. આ દરમિયાન આજરોજ મંગળવારે એક વિદ્યાર્થીનું મૃત્યુ થયાના પણ અહેવાલ સામે આવ્યા છે. ભારત સરકાર વિદ્યાર્થીઓને બહાર કાઢવાના પ્રયાસો કરતા વધારે ધ્યાન પ્રચાર પર કરે છે તેવું લોકો માને છે. ત્યારે ભાજપના સાંસદ ગીરીરાજસિંહે આપેલા નિવેદનનો વિડીયો video વાયરલ થતા હાસ્યને પાત્ર બની રહ્યાં છે.

યુક્રેનમાં ફસાયેલા ભારતના વિદ્યાર્થીઓ ટ્વિટર મારફતે સરકાર પાસ મદદ માંગી રહ્યાં છે. દરમિયાન નવીન નામના એક વિદ્યાર્થીનું મૃત્યુ થયાના અહેવાલ પણ સામે આવ્યા છે. પરંતુ ભાજપના નેતાઓ સરકારની વાહવાહી કરવામાં કેટલું ભાન ભુલે છે તેનો નમુનો સામે આવ્યો છે. જેમાં ગીરીરાજસિંહે મીડિયાને આપેલા નિવેદન બાદ લોકો મજાક Joke કરી રહ્યાં છે. સાથે જ કેટાલક લોકો મોદી ભક્તિનો નમુનો છે તેમ પણ કહી રહ્યાં છે.

Viral Funny Video વીડિયો વખાણમાં ભાન ભૂલ્યા ભાજપ નેતા હાસ્યનો શિકાર બન્યા

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો ગીરીરાજસિંહના નિવેદનની હાંસી ઉડાવી રહ્યાં છે. જેમાં તેઓ કહે છે કે મોદી હૈ તો મુમકીન હૈ, 2008માં સીરીયામાં જ્યારે યુધ્ધ થયું હતું, આતંક હતો ત્યારે મોદીએ ભારત વંશીઓને ત્યાંથી રેસક્યું કરવાનું કામ કર્યું હતું. ઉલ્લેખનિ છે કે ભાજપની મોદી સરકાર વર્ષ 2014માં સત્તા પર આવી હતી. પરંતુ ગીરીરાજસિંહે જશ ખાટવા માટે વધારે પડતું કામ બતાવવાની કોશીષમાં ભાંગરો વાટી દિધો હતો.

આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો જાતજાતની કોમેન્ટ કરી મજાક ઉડાવતા જોવા મળી રહ્યાં છે.

Must Read