Homeવાયરલ ખબરજૂઓ વિડીયો- રહસ્યમયી ઘાસ જેવો દેખાતો સાપ, માનવામાં ન આવે તેવો વીડિયો

જૂઓ વિડીયો- રહસ્યમયી ઘાસ જેવો દેખાતો સાપ, માનવામાં ન આવે તેવો વીડિયો

-

વાયરલ વીડિયો Viral Video News Gujarati– પ્રકૃતિ ઘણા રહસ્યો ધરાવે છે. આજે પૃથ્વી પર આવા અનેક પશુ-પંખીઓ અને પ્રાણીઓ વિહરતા હશે, જેમના વિશે આપણે ન તો જોયું છે અને ન તો સાંભળ્યું છે. આજે અમે તમને એક એવા જ વિચિત્ર પ્રાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જોઈને તમે તમારી આંખો પર વિશ્વાસ નહિ કરી શકો. દુનિયામાં અનેક પ્રકારના સાપ જોવા મળે છે. તમે પણ અનેક પ્રકારના સાપ Snake ની પ્રજાતિઓ જોઈ હશે, પરંતુ આજે અમે તમને જે સાપનો વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ, તે તમે પહેલા ભાગ્યે જ જોયો હશે. આ રહસ્યમય સાપનો વીડિયો Video આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. થાઈલેન્ડના (Thailand) એક સ્વેમ્પમાં જોવા મળેલો આ વિચિત્ર સાપ (Weird Snake) બે ફૂટ લાંબો છે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે.

ન્યૂઝ વેબસાઈટ થાઈગરના (news website Thaiger) રિપોર્ટ અનુસાર, વાયરલ વીડિયોમાં દેખાતો આ સાપ (furry green snake) નોર્થઈસ્ટ થાઈલેન્ડ (Northeast Thailand) ના સાખોન નાખોન પ્રાંતમાં (Sakhon Nakhon province) ‘તુ’ નામના વ્યક્તિના ઘરમાં જોવા મળ્યો હતો. દલદલના પાણીમાં તેને આ સાપને લપસતો જોવા મળ્યો હતો.

49 વર્ષીય સ્થાનિક વ્યક્તિ ‘તુ’ તેને ગયા મહિનાના અંતમાં ઘરે જતી વખતે જોયો હતો. વ્યક્તિએ તે સાપને બરણીમાં લીધો, જેથી તે તેના પરિવારના સભ્યોને પણ બતાવી શકે. આ દરમિયાન પરિવારે પાણી ભરેલા કન્ટેનરમાં બે ફૂટ લાંબો સાપ રાખ્યો હતો. તેની ભૂખ છીપાવવા તેણે તેને નાની માછલી પણ ખવડાવી. અધિકારીઓ દ્વારા ઓળખની રાહ જોઈને સાપને ‘તુ’ ઘરમાં રાખવામાં આવ્યો હતો.

Viral Video Trending વિડીયો- રહસ્યમયી ઘાસ જેવો દેખાતો સાપ

યાહૂ ન્યૂઝે (Yahoo News) ‘તુ’ની 30 વર્ષીય ભત્રીજીને ટાંકીને કહ્યું, ‘મેં આવો સાપ પહેલાં ક્યારેય જોયો નથી. મારા પરિવાર અને મેં વિચાર્યું કે લોકો માટે તે વિશે જાણવા અને સંશોધન કરવું ઉપયોગી થશે. સત્તાવાળાઓ દ્વારા ઓળખની રાહ જોઈને સાપને ‘તુ’ ના ઘરમાં રાખવામાં આવ્યો છે.

ફેસબુક (Facebook) પર ઘણા લોકોએ પ્રાણીની તુલના ડ્રેગન (Dragon) સાથે કરી હતી, જ્યારે કેટલાકે સૂચવ્યું હતું કે તે સાપ (snake) હોઈ શકે છે જેની પીઠ પર શેવાળ (moss) અથવા (algae growing) ઉગી છે. આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ જોવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે.

Virol Funny Comedy વાયરલ વિડીયો Viral Videos Today જોવા માટે અહિં ક્લિક કરો.

જૂઓ વીડિયો- ત્રણ-ત્રણ કોબ્રા સાપને રમાડતો હતો અને થયું આવું

જૂઓ વીડિયો- દરરોજ ઘોડા પર સવાર થઈ ઓફિસે જાય છે યુવાન જાણો કેમ ?

જૂઓ વીડિયો- ચેતજો ! લોક લગાવો તો પણ બુલેટ 30 સેકેન્ડમાં આ રીતે કરે છે ચોરી

આજના તાજા સમાચાર ગુજરાત– Gujarat News

સજા-એ-મોત: 7 વર્ષની બાળા સાથે દુષ્કર્મ મામલે કોર્ટે આપ્યો મોટો ચુકાદો: ગુજરાત

ગુજરાતમાં શિક્ષણ બાબતે મહત્વના સમાચાર, શિક્ષણ મંત્રીએ ગૃહમાં કરી જાહેરાત

ધર્મ પરિવર્તનની 350 અરજીઓ મળી, ધારાસભ્યના સવાલ પર સરકારનો જવાબ

Must Read