Viral Video : દેશનું ગ્રામીણ ક્ષેત્ર કોઠા સુઝથી કેટલું સમૃધ્ધ છે તે સૌ કોઈ જાણે છે. ખેડૂતો અને પશુપાલકો સહિતના ગ્રામીણ લોકો પોતાની જરૂરીયાત મુજબ વિવિધ આવિસ્કાર કરતા હોય છે. અને સોશિયલ મીડિયાના (Social Media) જમાનામાં આવા આવિસ્કારના (Innovation) વિડીયો વાયરલ Video થતા રહે છે.
આવો જ એક કોઠા સુઝનો વિડીયો સામે આવ્યો છે ટ્વિટર Twitter પર. હાલ આ વિડીયો ટ્વિર પર ટ્રેન્ડ કરી રહ્યો છે અને લાખો લોકો સુધી પહોંચી ગયો છે. આ વિડીયોમાં પશુ પાલકે પોતાના પશુઓને દેશી જુગાડ (Desi Jugaad) થકી થકી માખી, મચ્છર અને જંતુઓથી મુક્ત કરવાનો નુસ્ખો શોધ્યો છે. સામાન્ય રીતે લીમડાના ધુમાડા (Neem leaves fuming)થી મચ્છર-માખી ભાગી જતા હોય છે માટે પશુ પાલકે લીમડાના પાનનો ધુમાડો (Smoke) કર્યો છે.
જૂઓ વાયરલ વિડીયો – Viral Video
વિડીયો- 200 કિલોમીટરની ઝડપે અમદાવાદ-મુંબઈ વચ્ચે ચાલશે ટ્રેન: આજે થયુ ટ્રાયલ
આ ધુમાડો સીધો પશુઓની ગમાણમાં જ જાય તે માટે પશુ પાલકે જબરો મગજ ચલાવ્યો છે. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે એકદમ સરળ છતાં કોઠાસુઝ વગર શક્ય નથી તેવું કામ પશુ પાલકે કર્યું છે. ધુમાડો સીધો જ પશુ પર અને ગમાણમાં ફેંકાય તે માટે ઘરમાં રહેલા ટેબલ ફેનો ખુબ સારી રીતે ઉપયોગ કર્યો છે.
વિડીયોમાં દેખાય છે તેમ સામાન્ય ટેબલ ફેનને જમીન પર રાખી તેની પાછળ લીમડાના પાનનો ધુમાડો કર્યો છે. આગના લીધે પેદા થતો ધુમાડો સીધો પશુઓની ગમાણમાં જાય અને એક સરખો રેલાય તે માટેનો આ જુગાડ પશુ પાલકે કર્યો છે.
વિડીયો- ગણેશોત્સવમાં ઝપાઝપી ! વડોદરામાં ગણેશ વિસર્જન યાત્રામાં બોલી બટાઝટી