Homeરાષ્ટ્રીયમહિલાને કારથી કચડવાનો પ્રયાસ, રૂંવાડા ખડા કરી દે તેવી ઘટના: દિલ્હી

મહિલાને કારથી કચડવાનો પ્રયાસ, રૂંવાડા ખડા કરી દે તેવી ઘટના: દિલ્હી

-

Viral Video Delhi નવી દિલ્હી : દિલ્હીના અમર કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાં રસ્તા પર એક મહિલા સાથે મારપીટ અને કચડી નાખવાના પ્રયાસનો મામલો સામે આવ્યો છે. મહિલા 29 એપ્રિલની રાત્રે હૌઝ ખાસ ગામથી પરત ફરી રહી હતી, જ્યારે ઓખલા નજીક બે સ્કોર્પિયો અને બલેનો કારના ડ્રાઇવરો એકબીજા સાથે ઝઘડી રહ્યા હતા. જ્યારે મહિલા એક ખાનગી કેબમાં હાજર હતી. થોડી જ વારમાં બલેનો કાર ચાલકે જે પહેલાથી જ ઝઘડો કરી રહ્યો હતો, તેણે આ મહિલાના કેબ ડ્રાઈવર સાથે મારપીટ શરૂ કરી અને જ્યારે મહિલાએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો તો તે વ્યક્તિએ મહિલાને થપ્પડ મારી દીધી. જ્યારે મહિલા ગુસ્સામાં તેની કાર પાસે પહોંચી તો તેણે પોતાની કાર વડે ઉડાવી ભાગી ગયો. પોલીસે આ કેસમાં બલેનો કારમાં સવાર યુવકની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં નોઈડામાં પણ કાર સવારોએ એક વ્યક્તિને પોતાની કાર નીચે કચડી નાખ્યો હતો.

આ ઘટના બાદ જ્યારે મહિલા પોતાની ફરિયાદ નોંધાવવા કાલકાજી પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે પોલીસકર્મીઓ સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. મહિલાનો આરોપ છે કે એક મહિલા કોન્સ્ટેબલ, સબ-ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલે તેને ખૂબ માર માર્યો અને સવારે 4:00 વાગ્યે તેને પોલીસ સ્ટેશનમાંથી બહાર કાઢી મૂક્યા. આ ઘટનાનો વિડીયો Video પત્રકાર મુકેશ સિંહ સેંગર દ્વારા ટ્વિટ પર શેર કરી અહેવાલ આપવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

Viral Video વિડીયો- મહિલાને કારથી કચડવાનો પ્રયાસ રૂંવાડા ખડા કરી દે તેવી ઘટના: દિલ્હી

જ્યારે મહિલા બીજા દિવસે કાલકાજી પોલીસ સ્ટેશન ગઈ તો તેને કહેવામાં આવ્યું કે તેની પહેલી લડાઈ અમર કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ હતી. મહિલાએ ત્યાં જઈને બલેનો કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ તેણીએ તેની સાથે થયેલા ગેરવર્તણૂક અંગે કાલકાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ લખાવી હતી. આ મહિલાની ફરિયાદના આધારે કાલકાજી પોલીસ સ્ટેશનના એક સબ ઈન્સ્પેક્ટર, 1 હેડ કોન્સ્ટેબલ અને મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...