Cobra Swallows Russell Viper Snake in Gujarat વાયરલ વિડીયો : બે સાપ વચ્ચેની લડાઈનો એક કંપારી ચઢાવી દે તેવો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો સામે આવતા કુતૂહલ અને સાથે જીજ્ઞાસાથી આ વિડોયોને જોવામાં આવી રહ્યો છે. આ Viral Video માં જોઈ શકાય છે કે, એક ભારતીય કોબ્રા વડોદરાના કલાલીમાં પાંચ ફૂટના રસેલ વાઇપર સાપને ધીમે-ધીમે ગળી રહ્યો છે. સાપનો આ વિડીયોમાં થોડીવાર તો આંખો પર વિશ્વાસ ન આવે તેવી ઘટના જોવા મળે છે. વાઈલ્ડલાઈફ એસઓએસ ટીમે (WildLife SOS) આ ક્લિપ તેમના યુટ્યુબ પર શેર કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના મધુ ફાર્મ પર વાઇલ્ડલાઇફ એસઓએસ ટીમને બોલાવવામાં આવી હતી. ત્યાં પહોંચેલી ટીમને ધ્યાને આવ્યું કે 6 ફૂટ લંબાઈ ધરાવતો ભારતીય કોબ્રા વચ્ચે લડાઈ થઈ હતી. બાદમાં કોબ્રા એક વિશાળ પાંચ ફૂટના વાઇપર સાપને ખાઈ રહ્યો હતો. જાણવા મળતી માહિતી મુજબ પહેલા બંને સાપ વચ્ચે જોરદાર Snake Fight Video લડાઈ થઈ હતી. બાદમાં કોબ્રા સાપ લડાઈમાં વાઈપર સાપ Russel Viper snake પર ભારે પડ્યો હતો. સ્થળ પર પહોંચેલી ટીમે સાવધાનીથી કોબ્રાને ફાર્મ હાઉસમાંથી બહાર કાઢ્યો બાદમાં તેને જંગલમાં લઈ જઈ છોડી દીધો હતો. ટ્રેન્ડિંગ વિડીયોમાં જોઈ શકાય છે કે આ કોબ્રા બીજા સાપને કેવી રીતે ધીમે-ધીમે ગળી રહ્યો છે.
જૂઓ વિડીયો Cobra Swallows Russell Viper Snake in Gujarat
કોબ્રા સાપ કયા કયા દેશમાં જોવા મળે છે ?
ભારતીય કોબ્રા ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને દક્ષિણ નેપાળમાં જોવા મળે છે. તેઓ સાડા છ ફૂટ સુધી લાંબા થઈ શકે છે અને તેઓ સામાન્ય રીતે સસ્તન પ્રાણીઓનો શિકાર કરે છે. જ્યારે તેઓ નાના હોય છે ત્યારે તેઓ નાના સાપ અને ગરોળી ખાય છે. તે ચામડીનો રંગ સ્થળ અનુકુળ રંગ બદલાતો જોવા મળે છે. જેમાં સફેદ પટ્ટાવાળા કાળાથી લઈને એક સમાન ભૂરા રંગનો સમાવેશ થાય છે. આ મહિનાની શરૂઆતમાં પણ કોબ્રા સાપના વિડીયો વાયરલ થયા હતા, જેમાં એક વિડીયોમાં તો સાપને બોટલથી પાણી પીતો જોઈ શકાયો હતો. જોકે આ જોખમી બાબત હતી.