Homeગુજરાતરખડતા ઢોરને કારણે વિદ્યાર્થીને આંખ ગુમાવવાનો સમય આવ્યો, જૂઓ વિડીયો: વડોદરા

રખડતા ઢોરને કારણે વિદ્યાર્થીને આંખ ગુમાવવાનો સમય આવ્યો, જૂઓ વિડીયો: વડોદરા

-

વડોદરા: રખડતા ઢોરની સમસ્યા મામલે રાજ્યના મહાનગરોમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, છતાં સમસ્યા ઘટવાને બદલે વધી રહી છે. વડોદરા શહેરમાં વર્ષોથી નગરજનો કોર્પોરેશનને ફરિયાદો કરતા રહ્યાં છે પણ પરિણામલક્ષી કાર્યો થતા નથી. વડોદરામાં રખડતા ઢોરના Cattle in Cities કારણે એક યુવાનને આંખ ગુમાવાવનો વખત આવ્યો છે. આ ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થતા લોકો સમક્ષ આવી હતી. જે વિડીયો વાયરલ Video થતા લોકોમાં રોષ પ્રગટ થયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા પર ભટકી રહેલી ગાય ટૂ-વ્હિલર પર પસાર થતા યુવાનને ફંગોળતા ચાલક યુવાન જમીન પર પડી જાય છે.

માત્ર 15 દિવસમાં રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તી આપવાની તંત્રની જાહેરાતો વચ્ચે રખડતા ઢોરના કારણે એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં વાઘોડિયા રોડ પર મોપેડ પર પસાઈ થઈ રહેલા પોલિટેકનીકના વિદ્યાર્થી હેનીલની આંખમાં ઈજા થઈ છે. પીડિત યુવક ફેનીલ ફરસાણ લઈ ઘરે પરત ફરતો હતો ત્યારે આ ઘટના બની હતી.

રસ્તા પર મોપેડ લઈ ફેનીલ પસાર થઈ રહ્યો હતો ત્યારે વીડિયોમાં જોઈ શકાય છે કે એક પશુ સાથે અકસ્માત થાય છે. શાંતિથી ઉભેલી ગાય રોડ વચ્ચે અચાનક ભડકી ઉઠી અને તેનું શિંગડું ફેનીલને વાગતા આંખમાં ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત ફેનીલ જમીન પર પટકાતા શરીરના ભાગે પણ ઈજા પહોંચી છે.

આ મામલે વિદ્યાર્થી હેનીલ જણાવે છે કે, તે ફરસાણ લઈને પરત ફરી રહ્યો હતો દરમિયાન કોઈ વ્યક્તિએ ગાયને પત્થર મારતા ગાય ભડકી અને તે ઉછળી હતી. દરમિયાન તેનું શિંગડું મારી આંખવા વાગ્યું હતું.

વિદ્યાર્થીની માતા ભાવનાબહેન આ મામલે મહાનગરપાલિકા તંત્ર પર ભારોભાર રોષે ભરાયેલા છે. તેમને કહ્યું કે આ મામલે કોર્પોરેશને કાર્યવાહી કરવી જોઈએ અને રખડતા ઢોરને પકડવા જરૂરી છે. આજે મારા બાળકને આંખ ગુમાવવી પડી છે ભવિષ્યમાં આવું અન્ય કોઈ સાથે ન થાય માટે કોર્પોરેશને રખડતા ઢોરને પકડવા જોઈએ.

Viral cattle in city video: વિડીયો રખડતા ઢોરને કારણે વિદ્યાર્થીને આંખ ગુમાવવાનો સમય આવ્યો: વડોદરા

જ્યારે પીડિત વિદ્યાર્થી હેનીલના પિતા નીતિનભાઈ આ મામલે કોર્પોરેશનને જવાબદાર ઠેરવે છે. તેમને કહ્યું કે, રખડતા ઢોરના કારણે કેટાલય લોકોને ઈજા પહોંચી છે તો કેટાલક મૃત્યુ પણ પામ્યા છે. પરંતુ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર એસી ચેમ્બરમા બેસી વાતો કરે છે કોઈ પગલાં લેતા નથી. અમે વળતરની સાથે પોલીસ કેસની પણ વિચારણા કરી રહ્યાં છીએ.

Must Read