35 C
Ahmedabad

ભરી બજારે ખુલ્લા દરવાજે કાર ચલાવ્યાનો વિડીયો વાયરલ થતા થઈ જોવા જેવી: અમદાવાદ

Published:

Ahmedabad News Gujarati અમદાવાદ : જાહેર માર્ગો પર કાર કે બાઈક વડે સ્ટંટ કરવા જાણે ફેશન બની ગઈ છે. આ વાયરલ વિડીયો અમદાવાદનો છે જે જુહાપુરા વિસ્તારનો હોવાનું મનાય છે. જેમાં એક કાર ચાલક દ્વારા ફોર વ્હિલ કારનો દરવાજો ખુલ્લો [Open Door Car Driving Stunt] રાખી રસ્તા પર કાર હંકારતો નજરે પડે છે. કારનો વિડીયો Video જાગૃત નાગરિક દ્વારા બનાવી પોલીસને જાણ કરાઈ હોવાની માહિતી મળી રહી છે. પોલીસે આ ઘટનાની જાણ થતા જ ડ્રાયવરની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

નબિરાઓ અને અસામાજિક તત્વો આ પ્રકારે કાર અને બાઈક લઈ રસ્તા પર સ્ટંટ કરી લોકોના જીવ જોખમમાં મુકતા હોય છે. ક્યારેક આવા સ્ટંટને કારણે અકસ્માત પણ સર્જાતા હોય છે. પરંતુ પોતાના ડિંગ ચલાવવા માટે આવા લોકો બેફામ વાહનો ફેરવતા હોય છે ત્યારે પોલીસ કાર્યવાહી સરાહનીય છે.

વાયરલ વિડીયો અમદાવાદ – Watch Viral Video

યુવાનોમાં સસ્તી પ્રસિધ્ધી અને સોશિયલ મીડિયા પર વાયરલ થવાની ઘેલછામાં પણ સ્ટંટના માર્ગે દોરવાતા હોય છે. ત્યારે કાયદાનો સંઘર્ષ થતા સીધી જ તેમના જીવન પર અસર પડે છે. અથવા તો શારિરીક ઈજા પહોંચતા પોતાને જ નુકશાન પહોંચે છે, પરંતુ આવી સ્થિતીમાં નિર્દોષ નાગરિકો પણ ભોગ બની જતા હોય છે. વાયરલ વિડીયો અમદાવાદની જેમ વિવિધ શહેરમાંથી પણ સામે આવતા રહ્યાં છે ત્યારે, ગુજરાત પોલીસ દ્વારા રૌફ જમાવતા અને સ્ટંટ કરતા ફરતા તત્વો સામે સરાહનીય કાર્યવાહી થવા છતાં પણ આવી ઘટનાઓ નોંધાતી રહે છે.

Related articles

Recent articles