Homeમનોરંજનદુબઈની શેરીઓમાં અલાદ્દીન તેની ઉડતી ચાદર સાથે જોવા મળ્યો...

દુબઈની શેરીઓમાં અલાદ્દીન તેની ઉડતી ચાદર સાથે જોવા મળ્યો…

-

Viral video Aladdin in Dubai – આપણે અલાદીન પાસે રહેલી ઉડતી ચાદર વાત અનેક બુકમાં વાંચી હશે અને ફિલ્મમાં જોઈ હશે. પણ તેવીજ અલાદ્દીનની ચાદર દુબઈની ગલીઓમાં ઉડતી જોવા મળી હતી.

જાદુઈ કાર્પેટ પર ઉડતા પ્રખ્યાત પાત્ર “અલાદ્દીન” ની નકલ કરતો વેશભૂષામાં સજ્જ એક યુવકનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો અને આ વિડીયો ક્લિપમાં ઉડતા વ્યક્તિની ઓળખ જાણવા માટે ઘણા લોકોમાં ઉત્સુકતા જાગી છે.

Viral video Aladdin in Dubai – જુઓ વીડિયોમાં યુવક કાર્પેટ પર સવારી કરતો જોવા મળી રહ્યો છે.

આ યુવક વિષે પાછળથી જાણવા મળ્યું કે તે અમેરિકન યુટ્યુબર માર્ક ડેટોન છે, જેને “રાઈઝ” તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે મીડિયા નિવેદનોમાં જણાવ્યું હતું કે, તે જાદુઈ કાર્પેટ જેવું દેખાય તેના માટે ઇલેક્ટ્રિક સ્કેટબોર્ડને કાર્પેટથી ઢાંકવામાં આવ્યું હતું અને લોકોમાં કુતૂહલવશ જોવે તેના માંટે ખાસ વ્યવસ્થા કરી હતી.

Rhyz એ ઈશારો કર્યો કે તે, અમેરિકન જેસી વિલેન્સથી(Jesse Will ens) પ્રેરિત હતો, જેઓ યુએસએની શેરીઓમાં જાદુઈ કાર્પેટ પર સવારી કરતા જોવા મળ્યા હતા, સીએનએન અનુસાર ઇલેક્ટ્રિક સ્કેટબોર્ડનો ઉપયોગ કરીને લોકોમાં ઉત્સુકતા જગાવી હતી.

રાયઝે વધુમાં જણાવ્યું કે, તેણે અલાદ્દીન જેવો પોશાક બનાવવા માટે તેના એક મિત્રનો સંપર્ક કર્યો હતો, જે ફેશન ડિઝાઇનમાં નિષ્ણાત છે. જાદુઈ કાર્પેટ વિશે સમજાવતા તેમણે કહ્યું કે તે એક ઇલેક્ટ્રિક સ્કેટબોર્ડ છે જે રિમોટ કંટ્રોલ દ્વારા ચલાવી શકાય છે.

દુબઈમાં રહેતા અમેરિકન યુટ્યુબરે કહ્યું કે તેણે દુબઈમાં ગોલ્ડ સોક વિસ્તાર પસંદ કર્યો છે, કારણ કે તે વિશ્વનું સૌથી મોટું ગોલ્ડ માર્કેટ છે અને તે પ્રવાસીઓ અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સના ઘણા માલિકોને આકર્ષે છે. તેણે વધુમાં કહ્યુકે તેણે એક એવા બીચ પર ઉડાન ભરી હતી જ્યાં પાણીનો વેગ હળવો હતો.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....