Homeવાયરલ ખબરપત્નીએ પતિને ગર્લ ફ્રેન્ડ સાથે હોટલમાં ઝડપ્યો પછી શું કર્યું જૂઓ વિડીયો

પત્નીએ પતિને ગર્લ ફ્રેન્ડ સાથે હોટલમાં ઝડપ્યો પછી શું કર્યું જૂઓ વિડીયો

-

Viral Video Gujarati News : આગ્રાની હોટલ (Agra Hotel)માં પતિ-પત્ની અને વો જેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્ની પતિને અન્ય મહિલા સાથે જોઈ જતા બખેડો સર્જાયો હતો. મહિલાએ પોતાના પતિ અન્ય મહિલા સાથે રંગેહાથ ઝડપી (wife caught Husband with girl friend) જે કર્યું તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મહિલાના લગ્ન બાદ સંતાનમાં 16 વર્ષની દિકરી છે. જેનો પતિ દેહલી ગેટ પાસે એક નર્સિંગ હોમમાં આઈસીયુ વિભાગમાં નોકરી કરે છે. પત્નીને પતિ અન્ય મહિલા સાથે સબંધ ધરાવતો હોવાની ખબર પડતા મહિલા તેના પતિ પર નજર રાખી શકતી હતી.

વધુ વાંચો- રસ્તા પર ખાડાથી ત્રાહિમામ નાગરિકે આળોટીને કરી પ્રદક્ષિણા: વિડીયો વાયરલ

પતિની જાસૂસી કરી રહેલી મહિલ પતિને ગત સોમવારના રોજ માતાના ઘરે જવાનું કહી નીકળી ગઈ હતી. બાદમાં પતિને રાત્રિના સમયે રાજામંડી વિસ્તારમાં આવેલી એક હોટલમાં પ્રેમિકા સાથે ઝડપી પાડ્યો હતો.

મહિલા હોટલમાં પતિ અન્ય મહિલા સાથે હતો ત્યાં પોતાના બાળકો સાથે પહોંચી ગઈ હતી. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે પત્ની પોતાના પતિ અને તેની સાથે રહેલી અન્ય મહિલાને ચપ્પલથી મારી રહી છે.

2.50 મીનીટના આ વિડીયોમાં પોલીસ બોલાવવા માટેની પણ વાતો સંભળાઈ રહી છે. અને પુરૂષને તેની દિકરી પણ ખરીખોટી સંભળાવી રહી છે.

આ મામલે એક ન્યુઝ વેબસાઈટમાં પોલીસ સ્ટેશન સુધી વાત તો પહોંચી છે પણ ફરિયાદ કરવા માટે કોઈ નથી ગયું તેવું જણાવ્યું છે.

Must Read