Homeઆંતરરાષ્ટ્રીયકોણ સમજાવે પ્લેન ઉડાડવાનું હોય, હિંચકા ખાવા નહીં... જૂઓ વીડિયો

કોણ સમજાવે પ્લેન ઉડાડવાનું હોય, હિંચકા ખાવા નહીં… જૂઓ વીડિયો

-

Taliban soldier playing with fighter jet, Gujarati Viral video News.

  • સેનાના વિમાનની પાંખોમાં દોરડું બાંધી ઝૂલા ઝૂલતા તાલીબાનીઓ

અમેરિકન સૈનિકોએ અફઘાનિસ્તાન છોડી દીધું પરંતુ લશ્કરી સાધનોથી લઈને ફાઈટર જેટ સુધીનું બધું જ તાલિબાન માટે મૂકી દીધું. અમેરિકન સૈનિકોની બંદૂકો અને ગણવેશ પહેરેલા તાલિબાન લડવૈયાઓ ફરતા જોવા મળ્યા હતા પરંતુ વિમાનો અને અન્ય સાધનો નષ્ટ કરી દેવાનો દાવો કરવામાં આવ્યો હતો. ભલે એ વસ્તુઓ તાલિબાન માટે હવે કોઈ કામની ન રહી હોય પણ નવીનતમ વીડિયો બતાવે છે કે કેવી રીતે અફઘાનિસ્તાનની કમાન હવે કેવા લોકોના હાથમાં છે.

એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં જોવા મળે છે કે એક તાલિબાન આતંકવાદી બંધ વિમાનની પાંખમાં દોરડું બાંધી ઝૂલા ઝૂલતાદેખાય છે અને કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠનના બાકીના સભ્યો જોઈ રહ્યા છે. અન્ય ક્ષતિગ્રસ્ત જહાજો પણ ત્યાં પડેલા છે. આ વિડીઓ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કરીને લોકો નિરાશા વ્યક્ત કરે છે કે 20 વર્ષમાં બદલાયેલા અફઘાનિસ્તાનની કમાન હવે લોકોના હાથમાં આવી ગઈ છે.

તે જ સમયે, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિજિયન ઝાઓએ વીડિયો શેર કરતી વખતે અમેરિકાનો મઝાક ઉડાવ્યો છે. ઝાઓએ લખ્યું કે ‘સામ્રાજ્યોના કબ્રસ્તાન અને તેમના યુદ્ધ મશીનો … તાલિબાનોએ તેમના વિમાનોને સ્વિંગ અને રમકડાંમાં ફેરવી દીધા છે.’ આ પહેલા પણ તાલિબાની આતંકવાદીઓના આવા ઘણા વિડીયો સામે આવ્યા છે, જેમાં તેઓ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે, અને કેટલીક વખત તેઓ બાળકોના મનોરંજન પાર્કમાં ઝૂલતા જોવા મળી રહ્યા છે.

અફઘાનિસ્તાનના કબજા સાથે ચીન તાલિબાનને ટેકો આપતું હોય તેવું લાગે છે. તેની નિંદા કરવાને બદલે ભવિષ્યમાં મૈત્રીપૂર્ણ સંબંધો પર ભાર મૂક્યો છે. ચીને અફઘાનિસ્તાનની સ્થિતિ માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. તેમના મતે આજે દેશની હાલત અમેરિકાના કારણે છે.

Must Read