Homeમનોરંજનઊંટ પડ્યો પાછળ અને પછી શું થયું એ જૂઓ વીડિયો : મનોરંજન

ઊંટ પડ્યો પાછળ અને પછી શું થયું એ જૂઓ વીડિયો : મનોરંજન

-

સોશિયલ મીડિયામાં (Social Media funny video) કેટલાક રમૂજી વીડિયો શેર કરવામાં આવતા હોય છે. જેમાંના કેટલાક વીડિયો જોતા હાસ્યને રોકી ન શકાય તેવી રમૂજ હોય છે. પણ કેટલાક રમૂજી વીડિયો પરેશાન અને નુકશાન થઈ શકે તેવા પણ હોય છે. એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર  સામે આવ્યો છે. જેમાં ઊંટ એક વ્યક્તિને દોડાવી રહ્યો હતો અને ભયના માર્યો વ્યક્તિ જે કરે છ તે ખુબ જ રમૂજ સર્જે છે.

કોઈ પ્રાણી પાછળ પડે તો માણસની હાલત કેવી થાય તેની કલ્પના કરવી મુશ્કેલ છે. ઘણાં લોકોની ભયના કારણે સ્થિતિ બગડી જતી હોય છે. ખાસ કરી ને જો વિશાળ કાયા ધરાવતું પ્રાણી પાછળ પડે તો મામલો વધારે ગંભીર બની જતી હોય છે. આ વીડિયોમાં એક વ્યક્તિ કાર પાર્ક કર્યા બાદ કારની બહાર નિકળે છે. ત્યારે તેની પાછળ એક ઊંટ પડે છે. આ જોઈ ભયનો માર્યો વ્યક્તિ દોડવા લાગે છે, અને ગોળ ગોળ ફરવા લાગે છે. તો ઉંટ પણ તેની પાછળ દોડતો રહે છે. બાદમાં ડરના લીધે યુવાન કારમાં ઘુસી જાય છે.

Must Read