Homeવાયરલ ખબરમાથા વગરના સિક્યોરીટી ગાર્ડની તસવીરનું રહસ્ય આ રહ્યું ! :Viral Photo

માથા વગરના સિક્યોરીટી ગાર્ડની તસવીરનું રહસ્ય આ રહ્યું ! :Viral Photo

-

Viral Photo ઓપ્ટિકલ ભ્રમ (Optical illusion) સરળતાથી કોઈને પણ મૂંઝવી શકે છે અને ઇન્ટરનેટ તેનાથી ભરેલું છે. હવે સિક્યોરિટી ગાર્ડની તસવીર તમને વધુ મૂંઝવી દેશે. તો ચાલો જાણીએ કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા માથા વગરના સિક્યોરિટી ગાર્ડના આ ફોટોનું સત્ય શું છે.

Reddit પર શેર કરવામાં આવેલી તસવીરમાં એક સુરક્ષા ગાર્ડ બંધ દુકાનની સામે ખુરશી પર બેઠેલો જોવા મળે છે. બાય ધ વે, આ એકદમ સામાન્ય બાબત છે કારણ કે ઘણીવાર ઘર, દુકાન કે ઓફિસની બહાર ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડ બેઠેલા જોવા મળે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ ફોટા Imageમાં વ્યક્તિનું માથું દેખાતું નથી.

Read More: આ ફોટોમાં તમને શું દેખાઈ છે તે નક્કી કરશે તમારી પર્સનાલીટી જાણો કેમ

શું તમે પણ આ જોઈને મૂંઝવણમાં છો? તમને જણાવી દઈએ કે આ તસવીર જોયા પછી માત્ર તમે જ કન્ફ્યુઝ થઈ રહ્યાં નથી, લોકોને તસવીર પાછળનું રહસ્ય સમજવામાં ઘણો સમય લાગ્યો. પાછળથી જાણવા મળ્યું કે ગાર્ડ નિંદ્રામાં હતો અને તે દરમિયાન તેનું માથું ઘણું પાછળ જતુ રહ્યું હતું. જેના કારણે તસ્વીરમાં માથું દેખાતું નથી.

માથા વગરના સિક્યોરીટી ગાર્ડની તસવીરનું રહસ્ય આ રહ્યું ! :Viral Photo

આ પોસ્ટને અત્યાર સુધીમાં 11 હજારથી વધુ અપવોટ અને ઘણી પ્રતિક્રિયાઓ મળી છે. તસવીરને ડરામણી ગણાવવાથી લઈને તસવીર પાછળનું રહસ્ય જાણવા સુધી લોકોએ કોમેન્ટમાં ઘણું બધું કહ્યું છે.

Must Read