વાયરલ વિડીયો Viral Video, Viral News : ગુજરાત Gujarat : આજરોજ દેશના પ્રધાનસેવક નરેન્દ્ર મોદી Narendra Modi ગુજરાતના અમદાવાદ પ્રવાસે આવ્યા છે. પ્રધાનસેવક મોદીના આગમનની વૈભવી તૈયારીઓ અમદાવાદ મહાનગરપાલિકા AMC, ગુજરાત સરકાર તેમજ ભાજપ BJP સહિતના સંગઠનો દ્વારા કરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રધાનસેવકનો રોડ શો યોજાયો ત્યારે જાણે ભાજપના ભગવાન પધાર્યા હોય તેવા સંગીતોનો મારો ચાલ્યો હતો જેનો વિડીયો Video ધુમ મચાવી રહ્યો છે. જેના કારણે ચર્ચા જાગી છે કે, હિન્દૂ ભગવાનના નામે ચૂંટણી લડતા ભાજપને હવે પ્રધાનસેવક મોદી જ ભગવાન લાગવા લગ્યા છે. વળી ટિકાખોરો એ ભાજપના કાર્યકરોને ભક્તો કહી ફરી ટોણો મારવાનું શરૂ કર્યુ છે.
ગઈકાલે જ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પંજાબન સીવાયના રાજ્યોમાં જ્વલંત સફળતા મળી છે. ત્યારે આજરોજ પ્રધાનસેવક અમદાવાદ ખાતે પધાર્યા છે. પ્રધાનસેવકના રોડ શો PM Modi Road Show Ahmedabad ના રૂટમાં થોડા થોડા અંતરે સ્ટેજ અને સંગીતના આયોજન જોવા મળ્યા હતા. જેમાં કેટલાક સ્થળ પર તો લાઈવ એન્કરીંગ કરી પ્રધાનસેવકના અભિવાદન સાથે સંગીતના શૂર રેલાતા જોવા મળ્યા હતા. જે ગાયનના કારણે રાજ્યના કેટલાક લોકોનું માનવું છે કે, ભગવાનના નામે ચૂંટણી લડ્યા બાદ ભાજપ પ્રધાનસેવકને ભગવાનથી પણ આગળ હોય તેવું બતાવી રહ્યું છે.
Viral News વિડીયો Video : નગર મેં મોદી આયા મોદી નાથ મોદી નાથ :પ્રધાનસેવકનો રોડ શો
PM મોદીના વૈભવી આગમનનો વાયરલ વિડીયો Viral Video
આ ગાયનમાં કોઈ પણ વાંધાજનક શબ્દો તો નથી પરંતુ, તે ગાયન “નગર મેં જોગી આયા… સબસે બડા હૈ તેરા નામ, ભોલે નાથ… ભોલે નાથ…” પ્રખ્યાત ગુજરાતી ગાયન જેવું લાગે છે. જેમાં શબ્દો છે, ‘નગર મેં મોદી આયા, નગરી મેં મોદી આયા, સબસે બડા હૈ… મોદી નાથ, મોદી નાથ…’ આ ભક્તિ ગાયન જેવું ગાયન પ્રધાનસેવક મોદી સ્ટેજ પાસે પહોંચતા જ કલાકારે લલકાર્યું હતું. દરમિયાન ભાજપના કાર્યકરો ઉત્સાહથી સાથે-સાથે “મોદી નાથ… મોદી નાથ…” ની ગાયન સ્વરે બુમો પાડતા જોવા મળ્યા હતા. અત્રે ભાજપના કાર્યકરોને સોશિયલ મીડિયા પર ભક્તો કહી ચીડવવામાં આવે છે તે પ્રકારે ચીડવવાનો કોઈ ઉદ્દશ નથી માત્ર માહિતીની આપ લે કરવાનો જ ઉદ્દેશ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનસેવકના આગમનના કારણે તેમના રૂટમાં AMC દ્વારા તાબડતોડ સફાઈ, રંગાઈ થી માંડી બ્યુટીફિકેશનની કામગીરી કરી નાખવામાં આવી હતી. જ્યારે રોડ શોમાં ઝાકમઝોળ માટે ઘટતું કામ ભાજપે સંભાળી લીધું હતુ. ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં 2 આઇ.જી. કક્ષાના અધિકારીઓ, 24 ડી.સી.પી., 38 એ.સી.પી., 124 પી.આઇ., 400 પી.એસ.આઇ. અને 5550 અન્ય પોલીસ કર્મચારીઓ હાજર રહેશે.
