Viral News Today in Gujarati : ઉત્તર પ્રદેશ UPના ફરુખાબાદ [Farrukhabad]માંથી એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર હુમલાના માસ્ટર માઈન્ડ ઓસામા બિન લાદેન [Osama Bin Laden]નો ફોટો વીજળી નિગમની ઓફિસમાં જોવા મળ્યો હતો. કથિત રીતે ફોટામાં આતંકવાદીને દુનિયાનો શ્રેષ્ઠ એન્જિનિયર ગણાવ્યો છે. ઓસામા બિન લાદેનનો ફોટો વાયરલ થયા બાદ વીજળી વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. બીજી તરફ આ મામલે એસ.ડી.ઓ.નું કહે છે કે ઓસામા બિન લાદેન અમારા ગુરુ છે. ઘટના પ્રકાશમાં આવતા અધિક્ષક ઈજનેર એ.કે.શ્રીવાસ્તવે ફોટો હટાવી તપાસ માટે એક સમિતિની રચના કરી છે.
રવીન્દ્ર પ્રકાશ ગૌતમ નવાબગંજ ઈલેક્ટ્રીસિટી કોર્પોરેશનની ઓફિસમાં એસ.ડી.ઓ. [SDO] તરીકે ફરજ નિયુક્ત છે. જેમની ઓફિસ પરિસરમાં આતંકી ઓસામા બિન લાદેનનો ફોટો મળી આવ્યો છે. આ મામલો સામે આવતા ચારેકોર ગુસ્સો જોવા મળી રહ્યો છે. ગત મંગળવારના રોજ સવારે જ્યારે વીજળી કર્મચારીઓ ઓફિસ પહોંચ્યા તો આતંકવાદી ઓસામા બિન લાદેનનો ફોટો જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. આતંકીનો ફોટ કચેરીમાં જોઈ કર્મચારીઓએ ઉચ્ચ અધિકારીઓને આ અંગે જાણ કરી હતી. જે માહિતીના કારણે વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો હતો. જ્યારે વિભાગના અધિક્ષક ઈજનેર એ.કે. શ્રીવાસ્તવે તાત્કાલીક ફોટા હટાવવા આદેશ કરી ફોટ દૂર કર્યો હતો.
ફોટો હટાવો તો બીજો ફોટો આવશે
આ મામલે SDO રવિન્દ્ર પ્રકાશ ગૌતમને ટાંકીને ન્યૂઝ વેબસાઈટ navbharattimes.indiatimes.com એ લખ્યું છે કે, SDOનું કહેવું છે કે, ઓસામા બિન લાદેન અમારો ગુરુ છે. જો ફોટો દૂર કરવામાં આવશે, તો બીજો લેવામાં આવશે. સાથે જ જણાવાયું છે કે, અધિક્ષક ઈજનેર એકે શ્રીવાસ્તવનું કહેવું છે કે ઓફિસના વેઈટિંગ રૂમમાંથી ફોટો હટાવી દેવામાં આવ્યો છે. આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આતંકી ઓસામા બિન લાદેનનો ફોટ સરકારી કચેરીમાં ! Viral News Today in Gujarati
વાયરલ ફોટોમાં દુનિયાનો શ્રેષ્ઠ એન્જિનિયર લખેલું છે
મળતી માહિતી મુજબ, એસડીઓ ઓસામા બિન લાદેનને પોતાનો આઈડલ માને છે. વાયરલ થયેલા ફોટામાં આતંકવાદી ઓસામા બિન લાદેનની તસવીરની નીચે લખવામાં આવ્યું છે કે પૂજ્ય ઓસામા બિન લાદેન, પછી તેને વિશ્વના શ્રેષ્ઠ એન્જિનિયર લખવામાં આવ્યું છે. ફોટાની નીચે એન્જીનીયર રવિન્દ્ર પ્રકાશ ગૌતમ વિદ્યુત વિભાગ ઉત્તર પ્રદેશ લખેલું છે.
વધુ વાંચો- સ્પીડમાં આવતી કાર સામે આવી ગઈ ગાય, જૂઓ વિડીયોમાં પછી શું થયું !