Sunday, May 15, 2022

કદરૂપી છોકરીનું પણ લગ્ન થઈ જાય ! પાઠ્યપુસ્તકમાં દહેજના ફાયદા ગણાવ્યા

આજના તાજા સમાચાર, Latest News Gujarati Today : ખુબ જૂની અને પુરાણી દહેજ પ્રથા આજે પણ ભારતમાં કેટલીય જગ્યાએ ચાલું છે. સામાજીક દુષણ કાનુની રીતે અપરાધ પણ છે. પરંતુ દહેજ પ્રથાના ફાયદા વિશે કોઈ સમજાવે તે આશ્ચર્ય થાય. પણ હાલ તો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો એક ફોટો ખુબ ચર્ચામાં છે. ત્યારે હવે વિવાદ છેડાયો છે કે પાઠ્યપુસ્તકમાં આ રીતે વર્ણન કરવું એ કેટલું વ્યાજબી છે.

હાલ સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કથિત પુસ્તકનું એક પાનું હોવાનું જણાવાયું છે. ટી.કે. ઇન્દ્રાણી મારફતે નર્સો માટેના સમાજશાસ્ત્રના પાઠયપુસ્તક તરીકે વર્ણવવામાં આવ્યું છે. તેના પેજ પર શીર્ષક છે. “મેરિટ્સ ઓફ ધ ડાવરી”. આ પુસ્તક નર્સિંગના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમનો ભાગ છે અને તેના મુખપૃષ્ઠ પર લખવામાં આવ્યું છે – ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ સીલેબસ.

શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી દ્વારા પણ આ ફોટો શેર કરી ધર્મેન્દ્ર પ્રધાનને આવી વાતો હટાવવા જણાવાયું છે. સાથે જ તેમણે જણાવ્યું કે અભ્યાસક્રમમાં આ પ્રકારની વાતો લખવી શરમજનક છે.

Viral News Today: કદરૂપી છોકરીનું પણ લગ્ન થઈ જાય ! પાઠ્યપુસ્તકમાં દહેજના ફાયદા ગણાવ્યા

આ પાના પર લખ્યું છે કે ફર્નિચર, રેફ્રિજરેટર અને વાહનો જેવા ઉપકરણો સાથે દહેજ નવું ઘર સ્થાપિત કરવામાં મદદરૂપ થાય છે. આ પછી, જે છોકરીઓ દહેજમાં માતાપિતાની સંપત્તિમાં હિસ્સો મેળવે છે, તેમને આ પ્રથાની બીજી “લાયકાત” તરીકે સૂચિબદ્ધ કરવામાં આવે છે. આપણા દેશમાં દહેજ પ્રથા પર લાંબા સમયથી પ્રતિબંધ છે, પરંતુ તેમ છતાં ચાલુ છે. દહેજની માંગણીને લઇને મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવે છે, મારી નાખવામાં આવે છે અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવામાં આવે છે તેવા સમાચાર આજે પણ સતત આવી રહ્યા છે. છેલ્લો મુદ્દો આ પ્રમાણે છે- દહેજ પ્રથા કદરૂપી દેખાતી છોકરીઓને લગ્ન કરવામાં મદદ કરી શકે છે.

ટ્વિટર યુઝર્સે આ પુસ્તકની ટીકા કરતાં કહ્યું છે કે આ આઘાતજનક છે કે આવા પુસ્તકો કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમનો ભાગ છે.

- Advertisment -

Must Read

instant load fraud application scam vadodara women photo viral police registered fir

ઈનસ્ટન્ટ લોનની એપ્લિકેશમાંથી લોન લેતા ચેતજો ! મહિલાને બદનામ કરવા આવા...

Gujarat News Live વડોદરા : મહિલા સુરક્ષાની વાતો વચ્ચ મહિલાઓ સબંધીત ગુનામાં વિકાસ જોવા મળે છે. પરંતુ વડોદરા પોલીસ...