Viral News Today, વાયરલ ખબર ગુજરાતી Chhattisgarh છત્તિસગઢ : અદાલત કચેરી અને તારીખની બાબતોથી સૌ કોઈ વાકેફ હશે. અદાલત અને તારીખ વચ્ચેના સબંધ પર તો ફિલ્મોના ડાયલોગ પણ સાંભળ્યા હશે. પરંતુ ભગવાન શંકર Lord Shiva ખુદ અદાલતમાં પહોંચે તેવું ફિલ્મ સિવાય જોયું કે સાંભળ્યું નહીં હોય. પરંતુ જો કોઈ કહે કે ખરેખર અદાલતમાં Court ભગવાન શંકર Lord Shankar નો બોલાવવામાં આવે તો શું થાય ? એવો જ એક કિસ્સો છે જે બન્યો છત્તિસગઢના રાયગઢમાં.
Viral News Today Gujarati/સ્વયં ભગવાન શિવ અદાલતમાં હાજર થવા પહોંચ્યા
છત્તીસગઢની રાયગઢ તાલુકાની એક અદાલતમાં એક અનોખો મામલો સામે આવતા સમાચાર બની ગયા છે. જેમાં ગત શુક્રવારના રોજ ભગવાન શિવ Shiv પોતે અદાલતમાં હાજર થવા માટે પહોંચ્યા હતા. જ્યાં ખબર પડી કે ભગવાન શંકર Lord Shankar ખુદ આવી પહોંચ્યા છે અદાલતમાં તો અધિકારીઓ એ ત્યાંથી નિકળી જવું પડ્યું હતું.
પરંતુ સવાલ એ છે કે તો શું હવે ભગવાન શંકરનો ફરી નવી તારીખ પડ્યે અદાલતમાં હાજર થવું પડશે ?
અહેવાલો પરથી સમગ્ર ઘટનાની હકીકત એવી મળે છે કે, ભગવાન ભોલેનાથ Bholenath ને થોડા દિવસો પહેલા નઝુલ જમીન પર મંદિર નિર્માણ માટે નોટિસ આપવામાં આવી હતી. તેના જવાબમાં ભગવાન શુક્રવારે તહસીલ અદાલતમાં પહોંચ્યા હતા. ભગવાન સમયસર પહોંચી ગયા, પરંતુ માત્ર નોટિસ Notice આપનારા અધિકારીઓ જ તાલુકા કચેરીમાં ગેરહાજર જોવા મળ્યા હતા.
રાયગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં.25 કૌહાકુંડામાં એક મહિલાએ હાઇઅદાલતમાં અરજી કરીને નઝુલની જમીનનો ગેરકાયદે કબજો દૂર કરવાની માગણી કરી હતી. આ મામલાની સુનાવણી કરતાં હાઇકોર્ટે રાયગઢ તહેસીલ અદાલતને સંબંધિત લોકો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. તહસીલ કોર્ટે સંબંધિત લોકોને કારણદર્શક નોટિસ ફટકારી હતી. આ નોટિસ શિવ મંદિર, કૌહાકુંડાને પણ આપવામાં આવી હતી.
શુક્રવારે ઉહાકુંડા વોર્ડના સ્થાનિકો અને મંદિરના પૂજારી શિવલિંગ Shiv Lingam ને રિક્ષામાં બેસાડીને નોટિસની નકલ સાથે તહસીલ અદાલતમાં લઈ આવ્યા હતા. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા, ત્યારે તહસીલદાર જાહેર સુનાવણીમાં વ્યસ્ત હતા. આ કારણે કેસની સુનાવણી થઈ શકી નહોતી. આ મામલે નાયબ તહેસિલદારનું કહેવું છે કે ક્લાર્કની ભૂલના કારણે મંદિર Temple ને નોટિસ મોકલવામાં આવી હતી. આ અંગે અન્ય લોકોને આપવામાં આવેલી નોટિસ પર 13મી એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરાશે.