Monday, May 16, 2022

યુધ્ધમાં જે ઘર પડ્યા એ રામ મંદિર જ છે, રામ મંદિરનું દાન મોરારીબાપુએ યુક્રેન મોકલ્યું

આજના સમાચાર, Viral News Today, news.Gujarati : રશિયા યુક્રેન Russia Ukraine Conflict વચ્ચે ચાલી રહેલા ઘમાસાણ યુધ્ધની સ્થિતીમાં લાખો લોકો બેઘર બન્યા છે. આ સ્થિતીમાં ભારત સહિત તમામ દેશો ઇચ્છે છે કે આ યુધ્ધ વહેલી તકે સમાપ્ત થાય. હાલ સુધીમાં યુધ્ધના કારણે અનેક લોકોને જીવ ગુમાવવો પડ્યો છે. ત્યારે હજૂ યુધ્ધ ચાલે તો વધારે મોત અને તબાહી થઈ શકે છે. ત્યારે ગુજરાતના ખ્યાતનામ કથાકાર મોરારિબાપુએ આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે.

Viral News Today Gujarati- રામ મંદિરનું દાન મોરારીબાપુએ યુક્રેન મોકલ્યું

આજરોજ અરવલ્લીના મેઘરજમાં હોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમમાં કથાકાર મોરારીબાપુએ Morari Bapu 2022 હાજરી આપી હતી. આ દરમિયાન તેઓએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ બંને (યુક્રેન અને રશિયા) દેશ વચ્ચે પાગલપન શાંત થાય માટે ભગવાનને પ્રાર્થના કરું છું. મારી વ્યાસપીઠ વચનાત્મક જ ન રહે ને રચનાત્મક પણ બને માટે લંડનમાં રામમંદિર માટે એકત્ર થયેલું 1.25 કરોડનું દાન યુક્રેનને આપ્યું. આ પ્રસંગે જણાવ્યું કે યુક્રેનમાં તૂટી પડેલા ઘર રામ મંદિર જ છે. જેમાંથી 1 કરોડ બાર લાખનો ખર્ચ થઈ ચૂક્યો છે તેમજ 13 લાખનો ખર્ચ ટૂંક સમયમાં જ થઈ જશે. અત્રે મહત્વનું છે કે, પાગલ ચિત્તનું કોઇ ઠેકાણું નહી- મોરારિબાપુ

જુઓ વિડીયો- ખેડુતનો દેશી જુગાડ એક કુલરની મદદથી આવી રીતે સાફ થશે અનાજ

કથાકાર મોરારિબાપુએ વધુમાં જણાવ્યું કે  લંડનમાં રામમંદિર માટે જે પૈસા ભેગા થયા હતા તે યુક્રેનમાં પડી ગયેલા ઘરો માટે કામ આવે તે માટે મે એક કરોડ 25 લાખ રુપિયા આપવાનું જાહેર કર્યું.  જેમાંથી યુક્રેનમાં એક કરોડ અને 12 લાખ રુપિયાની સેવા તો થઇ ચૂકી છે.  વિશ્વની શાંતિ માટે હું પ્રાર્થના કરુ છું કે, આ પાગલપન શાંત થાય અને માનવતાનો થોડો વિચાર કરે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહત્વનું છે કે, યુક્રેન અને રશિયા વચ્ચે છેડાયેલી જંગ બાદ મોરારીબાપુએ ભારતીય નાગરિકોને સહાય માટે જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રના લોનાવાલા ખાતે કથા દરમિયાના મોરારીબાપુ દ્વારા અસરગ્રસ્તો માટે સવા કરોડ રૂપિયાની રકમની જાહેરાત કરવા સાથે જ ભારત સરકારના ઓપરેશન ગંગાની કામગીરીની પ્રશંસા કરી હતી.

જૂઓ વિડીયો- મહિલાએ ડાન્સ કરતાં-કરતાં હોશ ખોયો પછી હાસ્ય રેલાયુ

- Advertisment -

Must Read

rajkot district congress leader protest against price hike arjun khatariya

લીંબુ-મરચાના હાર પહેરી મોંઘવારીનું બેસણું કરે તે પહોલા કોંગ્રેસીઓને અટકાયત: રાજકોટ

Rajkot News રાજકોટ : રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરિયાની આગેવાનીમાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ...