Monday, May 16, 2022

ફેક્ટ ચેક/ભાડાના મકાન દુકાન પર 12 ટકા જી.એસ.ટી. લાગશે ? સરકારે કરી સ્પષ્ટતા

આજની વાયરલ ખબર ગુજરાત : Fact Check ફેક્ટ ચેક : તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર દાવા જોવા મળ્યા હતા કે, સરકાર ભાડાના મકાનો અને દુકાનો પર 12 ટકા જી.એસ.ટી. GST લાગુ કરવા જઈ રહી છે. સાથે જ આવા દાવામાં જોવા મળે છે કે, જી.એસ.ટી. કાઉન્સિલની GST Council Meeting આગામી બેઠકમાં 12 ટકા જી.એસ.ટી. લગાવવાનો નિયમ લાગુ પાડવામાં આવશે. આ વાયરલ Viral થઈ રહેલા દાવા સાથેના ફોટોમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારમણની તસવીર પણ જોવા મળે છે. આ દાવાની ખરાઈ Fact Check કરતો અહેવાલ સામે આવ્યો છે.

વાયરલ થઈ રેલા ભાડના મકાનો અને દુકાનો પર જી.એસ.ટી. લાગુ કરવાની વાત પર સરકારે સ્પષ્ટતા કરી છે. સરકારે આ દાવાને ફેક એટલે કે ખોટો ગણાવી આ દાવાનો વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે. આ મામલે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો દ્વારા આ દાવાની સત્યતા જાહેર કરવામાં આવી છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો દ્વારા કરવામાં આવેલા ફેક્ટ ચેકની જાહેરાતમાં જણાવ્યું કે દેશના નાણામંત્રી નિર્મલા સિતારણે આવો કોઈ પણ નિર્ણય કર્યો નથી.

વાયરલ ખબર ગુજરાતી/ભાડાના મકાન દુકાન પર 12 ટકા જી.એસ.ટી. લાગશે ?

ઉલ્લેખનીય છે કે સમયાંતરે મળતી જી.એસ.ટી. કાઉન્સિલની બેઠકમાં જી.એસ.ટી. સંલગ્ન મુદ્દે ચર્ચા થત હોય છે. પરંતુ આ બેઠકમાં કોઈ પણ પ્રકારે ભાડાના મકાન દુકાનો પર 12 ટકા ટેક્સ લાદવી યોજના નથી. બેઠકોમાં થતા નિર્ણયો અને અગાઉના નિયમોમાં ફેરફારોને કારણે આ પ્રકારના ફેક મેસેજ ક્યારેક વાયરલ કરી લોકોને પરેશાનીમાં મુકી દેતા હોય છે. પરંતુ ફેક્ટ ચેક પરથી ખ્યાલ પડી શકે છે કે મેસેજ ખરો છે કે ખોટો.

શું છે GSTનો નિયમ?

જો કોઈ મકાન કોમર્શિયલ કામ માટે ભાડે આપવામાં આવે તો જ તેના પર જીએસટી લાગે છે. જે પણ કોમર્શિયલ જગ્યાઓ ભાડા પર આપવામાં આવે છે તેના પર 18 ટકા જીએસટી લાગે છે. કરપાત્ર મૂલ્ય પર 18ટકા વેરો લાગે છે અને તેને સેવાના કરપાત્ર પુરવઠા તરીકે ગણવામાં આવે છે.

Read More Today Latest News Gujarati

વીડિયો/ભીષણ ગરમીમાં 50 મીનીટમાં 350 કિ.મી. દોડીને દિલ્હી પહોંચ્યો યુવાન જાણો શું છે માંગણી

જુઓ વિડીયો: નવા બુલેટમાં થયો જોરદાર વિસ્ફોટ

ગાંજા રવાડે ચડેલા પુત્રને માતાએ એવી સજા આપી કે Video જોઈને પણ આંખો બળવા લાગે

Video Viral/રોડ પર દોડતું મળેલું કાંગારૂ ભારત કેવી રીતે આવ્યું મોટો સવાલ આવ્યો સામે ?

ગટરમાં લાગેલી આગ બુઝાવવા જતા ફાયર વિભાગના વાહન ઝપટે ચડતા રહી ગયું

- Advertisment -

Must Read

rajkot district congress leader protest against price hike arjun khatariya

લીંબુ-મરચાના હાર પહેરી મોંઘવારીનું બેસણું કરે તે પહોલા કોંગ્રેસીઓને અટકાયત: રાજકોટ

Rajkot News રાજકોટ : રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરિયાની આગેવાનીમાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ...