35 C
Ahmedabad

ટોપલેસ બની રેડ કાર્પેટ પર મહિલાનો અનોખો વિરોધ, “અમારો બળાત્કાર કરવાનું બંધ કરો”: યુક્રેન પર વિરોધ

Published:

Viral News Today કાન્સ : હાલમાં ફ્રાન્સ (France) માં ચાલી રહેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. પરંતુ કાન્સમાં રેડ કાર્પેટ પર ચાલતી એક મહિલા અચાનક ચર્ચામાં આવી ગઈ જ્યારે તેણે યુક્રેનના ધ્વજના રંગમાં શરીરને રંગી “અમને રેપ કરવાનું બંધ કરો” (Stop Rapping Us) ના લખાણ સાથે યુક્રેન યુદ્ધનો વિરોધ કર્યો. તૈનાત સિક્યોરિટી ગાર્ડની નજર ચૂકવી અચાનક જ આ મહિલા એ શરીર પરથી ગાઉન જેવું વસ્ત્ર હટાવી દઈ ટોપલેસ બની ગઈ હતી અને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

મહિલાના આ વિરોધને Women Protest કારણે કાન્સ ફેસ્ટિવલ (Cannes Film Festival)નો પહેલાથી જ નિર્ધારિત કાર્યક્રમ પણ ખોરવાઈ ગયો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ગયા મહિને કહ્યું હતું કે, તપાસકર્તાઓને રશિયન સૈનિકોના કબજા હેઠળના વિસ્તારોમાં “સેંકડો બળાત્કારના કેસ” ના અહેવાલો પ્રાપ્ત થયા છે, જેમાં નાના બાળકોના જાતીય હુમલોનો સમાવેશ થાય છે. ભૂતપૂર્વ અભિનેતા ઝેલેન્સકીએ મંગળવારે કેન્સના ઉદ્ઘાટન સમારોહમાં તેમના દેશને મદદ માટે વિડીયો Video મારફતે અપીલ પણ કરી હતી.

Viral News Today ટોપલેસ બની રેડ કાર્પેટ પર મહિલાનો અનોખો વિરોધ અમારો બળાત્કાર કરવાનું બંધ કરો

ગુરૂવારે “મારીયુપોલિસ 2″ ની વિશેષ સ્ક્રીનીંગ સાથે કેન્સમાં યુદ્ધ પહેલેથી જ મુખ્ય થીમ છે.”મારીયુપોલિસ 2” એ લિથુનિયન દિગ્દર્શક માનતાસ કેવેડારાવિસિયસની એક દસ્તાવેજી (ડૉક્યુમેન્ટરી)ફિલ્મ છે, જે ગયા મહિને યુક્રેનમાં માર્યા ગયા હતા. યુક્રેનના મુશ્કેલીમાં મુકાયેલા ફિલ્મ નિર્માતાઓ માટે શનિવારે એક ખાસ દિવસ હશે અને તેના સૌથી આશાસ્પદ દિગ્દર્શકોમાંના એક, સેરગેઈ લોઝનીત્સા, બીજા વિશ્વ યુદ્ધમાં જર્મન શહેરો પર બોમ્બ ધડાકા વિશે “વિનાશનો કુદરતી ઇતિહાસ” બતાવશે.

Related articles

Recent articles