Sunday, May 15, 2022

ભારતને જવાબ આપવામાં પાકિસ્તાનનું થયું ‘સુરસુરીયું’ ?

News Gujarati આજના તાજા સમાચાર ગુજરાત, Viral News Today : ભારત- પાકિસ્તાનના સબંધો આમ પણ વર્ષોથી સારા રહ્યાં નથી. ત્યારે ગત 9 માર્ચના રોજ ભારતની એક મિસાઈલ પાકિસ્તાનમાં જઈ પડી હતી. પાકિસ્તાનમાં 100 કિલોમીટર કરતા પણ વધારે અંદર જઈ પડેલી ભારતીય મિસાઈલ માં કોઈ દારૂગોળ ન હોય જાનહાની થઈ ન હતી. ત્યારે પાકિસ્તાને પણ ભારતને દેખાડો કરી જવાબ આપવા મિસાઈલ પરિક્ષણનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાનું કેટલાક અહેવાલો પરથી માલૂમ પડે છે. આ ઘટના બાદ ભારતમાં પાકિસ્તાનની મજાક અને ફની કોમેડી Funny Comedy શરૂ થયેલી જોવા મળી છે.

ઉલ્લેખનિય છે કે, ભારતની મિસાઈલ પાકિસ્તાન માં પડ્યાના મામલે તાત્કાલિક ભારત સરકારે કથિત મિસાઈલની ઘટના આકસ્મિક રીતે બની હોવાનું અને આ મામલે તપાસ કરવાનું જણાવ્યું હતું. ટૂંકમાં ભારતે આ મિસાઈલ ભૂલથી ઉડીને પાકિસ્તાનમાં પડી ગઈ તેમ જણાવવામાં પ્રયાસ કર્યો છે. પરંતુ પાકિસ્તાને તો જાણે જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો તેમ અહેવાલોમાં જણવાયું છે. પરંતુ કર્મનો બદલો મળે તેમ પાકના નાપાક મિસાઈલ પરિક્ષણનું સુરસુરીયું ત્યાં જ પડી ગયું હતુ.

Viral News Gujarati ભારતને જવાબ આપવામાં પાકિસ્તાનમાં થયું સુરસુરીયું !

ભારત ને જવાબ આપવાના સપના સેવી પાકે મિસાઈલ પરિક્ષણ કર્યું પણ નિષ્ફળ રહ્યું હતુ. પાકિસ્તાનના સિંધ પ્રાંતના જામશોરના આસામ ખાતે ગુરૂવારે બપોરે 12 વાગ્યાના સુમારે સ્થાનિકોની નજરે અજાણી વસ્તુ પડી હતી. ખરેખર તે મિસાઈલ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આ મિસાઈલ પાકિસ્તાન ટેસ્ટ કરવાનું કામ કરી રહ્યું હતુ. પરંતુ તેમાં ટ્રાન્સપોર્ટર ઈરેક્ટર લોન્ચરની ખામી સર્જાતા સવારે તેનું પરિક્ષણ 11 વાગ્યે રોકી દેવાયું હતું. બાદમાં એક કલાક પછી આ મિસાઈલનું ટેસ્ટ કર્યું હતું. પરંતુ પ્રક્ષેપણ કરતા મિસાઈલ માર્ગ ભટકતી જોવા મળી અને ટેસ્ટનું સુરસુરીયું થઈ ગયું હતું.

પાકિસ્તાની મીડિયા એજન્સીના અહેવાલ મુજબ પાકિસ્તાને આ પરિક્ષણ ભારતની આકસ્મિક મિસાઈલ મામલે જવાબ આપવા કર્યો હોય તેમ બની શકે. પાકિસ્તાનના કોન્ફ્લિક્ટ ન્યુઝે ટ્વિટ કર્યું હતું કે, પાક.એ ભારતની બ્રહ્મોસ મિસાઈલનો બદલો લેવા મિસાઈલ પરિક્ષણ કર્યું, પાકિસ્તાની મિસાઈલ તેના લક્ષ્ય સુધીં પહોંચવામાં નિષ્ફળ રહી નજીકમાં જ પડી ગઈ હતી.
પાકિસ્તાનના આ નિષ્ફળ પરિક્ષણ મામલે પાકિસ્તાન મીડિયાથી ઈમરાન સરકાર અને અધિકારીઓ ભાગતા જોવા મળ્યા હતા. વહિવટી તંત્ર એ અને સરકારે આ મામલે મૌન ધારણ કરી લીધું છે. અને નિયમિત મોર્ટાર ટ્રેસર રાઉન્ડમાં ખપાવી દેવા પ્રયાસ કર્યો હતો.

Virol Funny Comedy વાયરલ વિડીયો Viral Videos Today જોવા માટે અહિં ક્લિક કરો.

વીડિયો ત્રણ-ત્રણ કોબ્રા સાપને રમાડતો હતો અને થયું આવું

વીડિયો ભોજપુરી એક્ટ્રેસ અક્ષરાસિંહનો આ ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ

વીડિયો ચેતજો ! લોક લગાવો તો પણ બુલેટ 30 સેકેન્ડમાં આ રીતે કરે છે ચોરી

આજના તાજા સમાચાર ગુજરાત– Gujarat News

લવીવ પર રશિયાનો મિસાઈલ હુમલો, વાંચો યુધ્ધના મોટા 10 સમાચાર

સજા-એ-મોત: 7 વર્ષની બાળા સાથે દુષ્કર્મ મામલે કોર્ટે આપ્યો મોટો ચુકાદો: ગુજરાત

ગુજરાતમાં શિક્ષણ બાબતે મહત્વના સમાચાર, શિક્ષણ મંત્રીએ ગૃહમાં કરી જાહેરાત

- Advertisment -

Must Read

instant load fraud application scam vadodara women photo viral police registered fir

ઈનસ્ટન્ટ લોનની એપ્લિકેશમાંથી લોન લેતા ચેતજો ! મહિલાને બદનામ કરવા આવા...

Gujarat News Live વડોદરા : મહિલા સુરક્ષાની વાતો વચ્ચ મહિલાઓ સબંધીત ગુનામાં વિકાસ જોવા મળે છે. પરંતુ વડોદરા પોલીસ...