Homeગુજરાતઅમદાવાદતંત્રના પાપે ખાડામાં 3 લોકો પડ્યા, સ્થાનિકોએ મદદ કરી સારવાર માટે મોકલ્યા:...

તંત્રના પાપે ખાડામાં 3 લોકો પડ્યા, સ્થાનિકોએ મદદ કરી સારવાર માટે મોકલ્યા: અમદાવાદ

-

Today’s Viral News in Gujarati : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અનેક સ્થળો પર ખોદેલા ખુલ્લા ખાડાને કારણે લોકો પરેશાની ભોગવી રહ્યા છે. લોકો દ્વારા અનેક વખત સવાલ કરાતો રહ્યો છે કે આ ખાડાના કારણે અકસ્માત સર્જાય તેના જવાબદાર કોણ. વળી અમદાવાદ મહાનગરપાલિકા AMC દ્વારા તસ્દી લઈ આ ખોદેલા ખુલ્લા ખાડાને આસપાસ બેરીકેડ કે કોર્ડન કરવામાં નથી આવતા. જેના પરિણાણે એવી ઘટના જોવા મળી જેમાં ખુલ્લા ખાડામાં ટુ વ્હિલર Two Wheeler ચાલક સહિત 3 લોકો પડી ગયા હતા.

અમદાવાદના રખિયાલ Rakhiyal વિસ્તારમાં ખોદેલા ખાડાની આસપાસ કોઈ બેરકેડ્સ કે કોર્ડન કરવાની તસ્દી ન લેવાતા એક અકસ્માત Accident સર્જાયો હતો. આ અકસ્માતમાં એકટીવા Activa ચાલક સહિત 3 લોકો ખાડાનો ભોગ બન્યા હતા. ગુલશન બેકરી પાસે આવેલા માર્ગ પર મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવા માટે 7 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો છે. જેની ઊંડાઈ પણ ઓછી ન હોય તેની વધારે કાળજી અને આસપાસ સુરક્ષા માટે બરિકેડ્સ રાખવા જોઈએ. પણ ત્યાં કોઈ પણ જાતની સુરક્ષાની કે કોર્ડનની કાળજી રાખવામાં આવી ન હતી. જેના પરિણામે વાન ચાલક સહિત પગપાળા પસાર થતા લોકો પણ જોખમમાં છે તેમ લોકો કહેવા લાગ્યા હતા. અને લોકની વાત સાચી પડી તે રીતે ત્રણ લોકોને અંધારામાં ખાડો ન દેકાતા ખાડામાં પડી ગયા હતા.

Viral News Gujarati તંત્રના પાપે ખાડામાં 3 લોકો પડ્યા સ્થાનિકોએ મદદ કરી: અમદાવાદ

તંત્રએ ખોદેલા ખાડામાં અંધારામાં પડી ગયેલા માણસોને સ્થાનિકોએ બહાર કાઢ્યા હતા. અને તેમને 108ની મદદથી સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ઘટના મામલે ફાયરબ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ખાડામાં પડેલા 3 માંથી બે વ્યક્તી સગીર હતી, જેમાં એકને આંખના ભાગે જ્યારે બીજાને માથાના ભાગે અને ત્રીજાને હાથમાં ઈજા પહોંચી હતી.

અમદાવાદ કોર્પોરેશનની આ ઘોર બેદરકારીના કારણે લોકો દ્વારા તંત્ર પર રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો. સાથે જ સવાલ કર્યો હતો કે આ અકસ્માતોની જવાબદારી કોની.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....