Homeમનોરંજનસુરતમાં યુવાન વિદ્યાર્થીનીને ગર્ભ રહી જતા હોસ્ટેલના બાથરૂમમાં જ નવજાતને જન્મ આપી...

સુરતમાં યુવાન વિદ્યાર્થીનીને ગર્ભ રહી જતા હોસ્ટેલના બાથરૂમમાં જ નવજાતને જન્મ આપી ફેંકી દિધું

-

Viral News Gujarati, સુરત Surat : છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યમાં નવજાત શીશુ ત્યજી દેવાની ઘટનાઓ નોંધપાત્ર રીતે વધતી જણાય છે. ત્યારે વધુ એક ચોંકાવનારો કિસ્સો સુરત ખાતે સામે આવ્યો છે. જેમાં સુરતની નર્સિંગ હોસ્ટેલના બાથરૂમમાંથી એક મૃત નવજાત શીશુ મળી આવ્યું છે. નર્સિંગ હોસ્ટેલના બાથરૂમમાંથી નવજાત શીશુ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

Viral News Gujarati/સુરત વિદ્યાર્થીનીએ બાથરૂમમાં જ નવજાતને જન્મ આપી ફેંકી દિધું

પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના સગરામપુરામાં સ્થિત જૂની મહાવીર નર્સિંગ હોસ્પિટલની હોસ્ટેલમાંથી એક મૃત નવાજત શીશુ મળી આવ્યું હતું. હોસ્ટેલના બાથરૂમમાંથી ગઈકાલે મોડી રાત્રીના સુમારે કાળ રંગની પ્લાસ્ટિક બેગમાં શીશુનો મૃતદેહ મળ્યો હતો. નવજાત શીશુના મૃતદેહની માહિતી એક વિદ્યાર્થીનીને મળી હતી. આ દ્રશ્ય જોઈ તે વિદ્યાર્થીની જોઈને ચોંકી ગઈ હતી. આ ઘટનાની જાણ તાત્કાલીક તેને હોસ્ટેલના આચાર્યાને કરી હતી. જેમને બાળકની તપાસ કરતાં નવજાત બાળક મૃત હોવાનું સામે આવ્યું હતું.

અહેવાલ મુજબ મૃત નવજાત બાળક કેવી રીતે હોસ્ટેલના બાથરૂમમાં આવ્યું તે પ્રશ્ન થતા વોર્ડનને ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. વોર્ડનને માહિતી મળી હતી કે,  હોસ્ટેલની એક વિદ્યાર્થીની યુવકના પ્રેમમાં હતી. પ્રેમ સબંધ બાદ યુવતીને ગર્ભ રહી જતા ગર્ભ દૂર કરવા દવા લીધ હતી પરંતુ છતા ગર્ભ રહી ગયો હતો. બાદમાં યુવતીને 8 માસનો ગર્ભ હોય પેટમાં શુળ ઉપડ્યો હતો અને બાથરૂમમાં જ બાળકને જન્મ દીધો હતો.

નવજાત બાળક અંગે ભાંડો ફૂટી જતાં હોસ્ટેલમાં ખળભળાટ મચી ગયો હતો. 21 વર્ષીય વિદ્યાર્થીનીએ આવુ કૃત્ય કરતાં પ્રિન્સીપાલે પોલીસ ફરિયાદ આપતા 21 વર્ષની વિદ્યાર્થિની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

આજના સમાચાર ગુજરાતીમાં:

વડનગર ગ્રામપંચાયત સામે થશે તપાસ, ભ્રષ્ટાચાર મામલે કપીલ ગાધેની લાંબી લડાઈ બાદ નિર્ણય

આપની શાળામાં બોમ્બ ફિટ કર્યો છે તાત્કાલિક પોલીસને જાણ કરો: બેંગલુરુમાં ઈ મેઈલથી ધમકી

યુવરાજસિંહના સમર્થનમાં યુવાનો: રાજ્યમાં વિવિધ સ્થળો પર આપ્યા આવેદન

Must Read