Viral News Gujarati નવી દિલ્હી : પાકિસ્તાનના સિંધ પ્રાંતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ગર્ભવતી મહિલા સાથે કથિત રીતે ક્રુરતા થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. જેમાં એક મહિલાની સિઝેરીયન ડિલિવરી કરાવતા સમયે બિનઅનુભવી કર્મચારીએ ગંભીર ભૂલ કરી હતી. જેના કારણે બાળકનું માથું ધડથી અલગ થઈ ગયુ અને કર્મચારીએ તેને પેટમાં જ છોડી દીધું.
પાકિસ્તાનના સિંધ પ્રાંતની આ ઘટના છે. જેમાં બિન અનુભવી કર્મચારીએ ડિલિવરી કરાવતા સમયે બાળકનું ધડ જ અલગ કરી નાખ્યું અને તે મહિલાના પેટમાં જ છોડી દીધું. જેન કારણે બાળકનો જીવ નિકળી ગયો જ્યારે પીડિત મહિલાનો જીવ જોખમમાં મુકાયો હતો.
આ મામલે પ્રાપ્ત અહેવાલો મુજબ, લિયાકત યુનિવર્સિટી ઑફ મેડિકલ એન્ડ હેલ્થ સાયન્સના LUMHS ગાયનેક વિભાગના વડાએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. જેમાં સિંધ પ્રાંતની સરકારે એક મેડિકલ બોર્ડની રચના પણ કરી છે.
ગાયેનેક વિભાગના વડા રાહિલના જણાવ્યા મુજબ, પીડિતા 32 વર્ષીય થરપારકર જિલ્લાના છેવાડાના વિસ્તારની રહિશ છે. તે ગત રવિવારના રોજ ડિલિવરી કરાવવા માટે જિલ્લાના રૂરલ હેલ્થ સેન્ટર પર આવી હતી. પરંતુ ત્યાં આ ઘટના બનતા તેને પાસેની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં પણ તેને સારવાર મળી ન હતી.
માતાના ઉદરમાં રહેલા બાળકના અંગને બાદમાં પરિવારજનો LUMHS ખાતે લઈ આવ્યા ત્યાં દૂર કરવામા આવ્યા હતા. મહિલાનો જીવ જોખમમાં મુકાયો હતો પંરતુ LUMHSમાં સારવાર બાદ તેનો જીવ બચી ગયો હતો. જ્યાં મહિલાના ગર્ભાશયમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું.
સ્ટાફે મહિલાનો વીડિયો પણ બનાવ્યો હતો
એક એહેવાલમાં જણાવાયું છે કે, ગામની હોસ્પિટલનાં સ્ટાફના કેટલાક કર્મચારીઓએ તો પીડિત મહિલાનો સ્ટ્રેચર પર સુવડાવેલા હતા ત્યારે વિડીયો પણ બનાવ્યો હતો. આ વિડીયોને બાદમાં વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવ્યો હતો.