36 C
Ahmedabad

ફતેહપુર DMની બિમાર ગાયની સારવાર કરવા 7 ડોકટરોને ખડેપગે રાખવાનો આદેશ ! વાયરલ સમાચાર

Published:

Viral News in Gujarati નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના ફતેહપુરના ડીએમ અપૂર્વ દુબે ચર્ચામાં છે. ડીએમ સાહિબાની ગાય બીમાર છે. ગાય બીમાર થયા બાદ સરકારી સ્તરે આદેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં તેની દેખરેખ માટે 7 ડોક્ટરોની ટીમ તૈનાત કરવામાં આવી છે. ફતેહપુરમાં ચીફ મેડિકલ ઓફિસરના આદેશનો એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ Viral થઈ રહ્યો છે. જેમાં લખ્યું છે કે ડીએમ અપૂર્વ દુબેના ઘરે 7 સરકારી ડોક્ટરો ફરજ બજાવશે.

ડોક્ટરોને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ સવાર-સાંજ ગાયની સંભાળ રાખે. તેમજ ગાયની શું હાલત છે તેની માહિતી અમે દરરોજ સાંજે 6 કલાકે મુખ્ય પશુ ચિકિત્સા અધિકારીની કચેરીને ફોન પર આપશે.

fatehpur dm apoorva dubey cow medical team doctors engaged in care news viral
વાયરલ પત્ર

DMની ગાયની સારવાર કરવા 7 ડોકટરોને ખડેપગે રાખવાનો આદેશ- Viral News Gujarati

આ આદેશમાં અલગ-અલગ દિવસે અલગ-અલગ ડૉક્ટરોને તૈનાત કરવામાં આવ્યા છે. સોમવારે ડૉ.મનીષ અવસ્થી, મંગળવારે ડૉ.ભુવનેશ કુમાર, બુધવારે ડૉ.અનિલ કુમાર, ગુરુવારે ડૉ.અજય કુમાર દુબે, શુક્રવારે ડૉ.શિવસ્વરૂપ, શનિવારે ડૉ.પ્રદીપ કુમાર અને રવિવારે ડૉ.અતુલ કુમાર. તેમજ ડો.સુરેશ કુમાર કનોજીયાને રિઝર્વમાં રાખવામાં આવ્યા છે જેથી કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય.જો કોઈ ડૉક્ટર કોઈ કારણસર ફરજ પર ન પહોંચી શકે તો તેમની જગ્યાએ ડૉ.સુરેશ કુમારને મોકલવામાં આવશે.

જણાવી દઈએ કે અપૂર્વ દુબેના પતિ વિશાખ જી અય્યર કાનપુરમાં ડીએમ છે. જો કે, ડીએમએ આ પત્ર વિશે કહ્યું છે કે તેમની પાસે આ વિશે કોઈ માહિતી નથી. મને ટ્વિટર દ્વારા આ વિશે જાણવા મળ્યું. આ કેસમાં દોષિત અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Related articles

Recent articles