Homeરાષ્ટ્રીયભાડુઆતે મકાન માલિકને ઘરની બહાર પગથીયા પર રહેવા કેમ મજબૂર કર્યા વાંચો...

ભાડુઆતે મકાન માલિકને ઘરની બહાર પગથીયા પર રહેવા કેમ મજબૂર કર્યા વાંચો…

-

નવી દિલ્હી : ખોસલા કા ઘોસલા ફિલ્મ જેવો ઘાટ હકિકતમાં રચાયો હોય તેવું બને ખરું ? પરંતુ આ ઘટના પરથી તો જણાય છે કે હા તેવી ઘટના ખરેખર બને. આ ઘટનામાં એક ફ્લેટના માલિક દંપતિ પોતાના સામાન સાથે ફ્લેટની બહાર સીડી પર રહેવા મજબૂર બન્યા છે. વળી મકાનની ભાડૂઆત મહિલા (Tenant Women) મકાન માલિકને જ ઘર ભાડે અપાવી દેવાની વાતો કરી રહી હોવાનો દાવો મકાન માલિક કરી રહ્યાં છે.

સમગ્ર ઘટના એવી છે કે, મુંબઈમાં નોકરી કરતા ગુપ્તા પરિવારે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાનો તેમની માલિકીનો ફ્લેટ કથિત રીતે પ્રીતી નામની મહિલાને ભાડે આપ્યો હતો. ગ્રેટર નોઈડાના શ્રી રાધા સ્કાય ગાર્ડનના ફ્લેટ નંબર 1505 પ્રીતીએ વર્ષ 2021ના જૂલાઈ મહિનામાં રાખ્યો હતો. તેમણે કાયદેસર એગ્રમેન્ટ કર્યું હતું અને જે એગ્રિમેન્ટ મુજબ મકાન માલિકે તેણીને 2 મહિના અગાઉ નોટિસ પણ પાઠવી છે. નોટિસના જવાબમાં ભાડુઆત મહિલા પ્રીતીએ ખાલી કરી આપવાનો જવાબ આપ્યો હતો.

વધુ વાંચો- Viral Fun: જુઓ ૨૭ પેસેન્જર રિક્ષામાં કેવી રીતે ભરાય

મકાન માલિક ગુપ્તા દંપતિ મુંબઈમાં નોકરી પરથ રિટાયર થતા ગ્રેટર નોઈડામાં પોતાના ઘરના ફ્લેટમાં રહેવા માટે આવી રહ્યા હતા. માટે તેમણે મહિલાને ખાલી કરી આપવા જણાવ્યું અને મહિલાએ હા પણ કહી હતી. પરંતુ હવે જ્યારે આ દંપતિ પોતાનો સામન લઈ ફ્લેટ પર આવ્યા તો મહિલા ફ્લેટ ખાલી કરવાના બદલે માલિકને જ ફ્લેટ ભાડે અપાવી દેવાનું કહે છે. મકાન માલિકને ભાડુઆત પ્રીતી ક્યારેક ગરમી ખુબ છે થોડ દિવસ રાહ જૂઓ આજે સાંજે ફ્લેટ ખાલી કરી દઉં છું તેવા વચનો આપી રહી છે.

આ સ્થિતીમાં મકાન માલિક દંપતિ હાલ પોતાના જ ફ્લટની સામે સીડીના પગથીયા પર રહેવાની મજબૂરી આવી ગઈ છે. આ મામલે મકાન માલિક દંપતિએ એનડીટીવીના માધ્યમથી જણાવ્યું હતું કે તેઓ પોલીસ પાસે પણ ગયા હતા અને ઉચ્ચ અધિકારી પાસે પણ ગયા હતા. પરંતુ મહિલાએ હજૂ સુધી ઘર ખાલી નથી કર્યું. આ મામલે પોલીસ પણ સીવીલ મેટર હોય કોર્ટમાં જવાનું કહે છે જ્યારે ઉચ્ચ અધિકારી પાસે દંપતિ જાય તો સાંત્વના સિવાય કશું નથી મળતું.

આ સ્થિતીમાં ઉત્તર પ્રદેશની કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ઉજાગર થતી હોય તેમ જણાય છે. આ પ્રકારે ભાડે આપેલા મકાનને કરાર મુજબ ખાલી કરાવવા છતાં ભાડુઆત કબ્જો કરે તો જંગલ રાજ નહીં તો શું તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે.

Viral News Gujarati

Must Read