Viral News Gujarati: ચેન્નાઈ : લોકો પોતાના પૈસા સુરક્ષિત રાખવા માટે, થાપણો પરના વ્યાજનો લાભ લેવા માટે બેંકમાં પૈસા જમા કરે છે. પરંતુ તમિલનાડુમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો જેના કારણે બેંકના ખાતેદારો અચાનક જ કરોડપતિ બની ગાય હતા. આ સમાચાર એટલા વાયરલ થયા કે થોડીવારતો ચેન્નાઈની આ બેંકના ખાતેદારો બેલેન્સ ચેક કરવા લાગી ગયા હતા.
જરા વિચારો કે જો અચાનક તમારી બેંક તમારા ખાતામાં અધધ.. 13 કરોડ રૂપિયા જમા કરાવે તો તમને કેવું લાગશે ? મજા જ પડે ને બોસ… કરોડપતિ થવાનો કોને શોખ ન હોય. રવિવારે ચેન્નાઈમાં HDFC બેંક [HDFC Bank]ની કેટલીક શાખાઓમાં ગ્રાહકોના ખાતામાં 13 કરોડ રૂપિયા સુધીની રકમ જમા થવાના સમાચાર હતા. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.
ખરેખર ટેકનિકલ ખામીના કારણે HDFC બેંકે ભૂલથી લગભગ 100 ગ્રાહકોના ખાતામાં કરોડો રૂપિયા જમા કરી દીધા હતા. શરૂઆતમાં તો એવી વાત વહેતી થઈ હતી કે દરેક ખાતમાં રૂપિયા 13 કરોડ જમા થયા છે પરંતુ કેટલાક અહેવાલો પરથી માહિતી મળે છે કે આ રકમ કેટલાક હજારથી લઈ કરોડો સુધીની અલગ-અલગ હતી.
ચેન્નાઈની ઘણી શાખાઓના બેંક ખાતાઓમાં આ સમસ્યા સર્જાઈ છે. આ ઘટના રવિવારે સોફ્ટવેર મેન્ટેનન્સ દરમિયાન બની હતી જ્યારે તેઓ સોફ્ટવેરની પેચ ફિક્સ કરી રહ્યાં હતા. આ સંદર્ભમાં, એચડીએફસી બેંકે જણાવ્યું હતું કે ગ્રાહકોના ખાતામાં જમા કરાયેલ એક્સેસ મની ઉપાડી લેવામાં આવી છે. જો કે તેના કારણે ગ્રાહકોને પણ ભારે મુશ્કેલી પડી હતી. નોંધનીય છે કે આવા ઉચ્ચ મૂલ્યના વ્યવહારોના કિસ્સામાં, આવકવેરા વિભાગના અધિકારીઓને જાણ કરવી પડશે.
અચાનક ખાતામાં કરોડોની રકમ થઈ જમા કારણ જાણી દંગ રહી જશો: ચેન્નાઈ – Viral News Gujarati

આ સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી હતી જ્યારે બેન્કના કેટલાક ગ્રાહકો વ્યવહારો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેમના ખાતામાં બેલેન્સ વધી ગયું હતું. છેતરપિંડીભર્યા વ્યવહારોથી બચવા માટે બેંકે અસ્થાયી ધોરણે ખાતા સસ્પેન્ડ કર્યા હતા.
ગ્રાહકોને પણ કરવો પડ્યો સમસ્યાનો સામનો
કેટલાક ગ્રાહકોના જણાવ્યા અનુસાર, તેમના ખાતામાં બેલેન્સ ખૂબ જ વધારે હોવાનું જણાયું હતું. આ પછી તેના ખાતાએ કામ કરવાનું બંધ કરી દીધું અને રવિવાર સાંજ સુધીમાં બધું બરાબર થઈ ગયું. એચડીએફસીએ એમ પણ કહ્યું હતું કે આ મુદ્દો રવિવાર સાંજ સુધીમાં ઉકેલાઈ ગયો હતો.