Homeગુજરાતઅમદાવાદટિકટોક સ્ટારના લખણ ફરી ઝળક્યા ! ફરી નામ નોંધાયા અમદાવાદ પોલીસને ચોપડે

ટિકટોક સ્ટારના લખણ ફરી ઝળક્યા ! ફરી નામ નોંધાયા અમદાવાદ પોલીસને ચોપડે

-

અમદાવાદ Ahmedabad : ટિકટોક ગયું પણ તેનાથી સેલેબ્રેટી બનેલા કિર્તી પટેલનો વિવાદ ન ગયો. હંમેશા કોઈને કોઈ વિવાદ લઈને પોલીસ ચોપડે કિર્તી પટેલ Kirti Patel વિરૂધ્ધ રાવ નોંધાતી રહે છે. ત્યારે ફરી એક વખત અગાઉ થયેલી મારામારીની અદાવત રાખી યુવતીને ધમકી આપી બિભત્સ લખાણ લખી સોશિયલ મીડિયા પર વાયરલ કરવા બાબતનો વિવાદ સામે આવ્યો છે. આ મામલે અમદાવાદ શહેરના વસ્ત્રુપુર પોલીસ સ્ટેશનમાં છેડતી અને ધમકી આપવાની ફરિયાદ FIR નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વિવાદિત પૂર્વ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ Tiktok Star Kirti Patel વિરુદ્ધ અગાઉ પણ અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ ચુક્યો છે. બાદમાં હવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને ગુનો નોંધતા કેસની સંખ્યામાં વધારો થયો છે. બે મહિલા અગાઉ સેટેલાઈટ એરીયામાં થયેલા મારામારીના ગુનાની અદાવત રાખી યુવતીને ધમકી આપી તે મામલે કિર્તી પટેલ અને ભરત ભરવાડ વિરૂધ્ધ વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.

Viral News Gujarati: ટિકટોક સ્ટારના લખણ ફરી ઝળક્યા ગુનો નોંધાયો અમદાવાદ પોલીસને ચોપડે

kirti patel tiktok star fir ahmedabad vastrapur police station gujarati news

કર્ણાવતી ક્લબ સામે મારામારીની ઘટના મામલે મહિલાએ કિર્તી પટેલ સામે ફરિયાદ કરી હતી. આ ફરિયાદ કરવા મહિલાએ મદદ કરી હોવાનો આરોપ કરતી કિર્તી તેને સતત ત્રાસ આપતી હતી. સાથે જ આરોપી કિર્તી અને ભરત ભરવાડ ફરિયાદી મહિલાને વારંવાર ફરિયાદનું સમાધાન કરવા માટે પરેશાન કરતા હતા.

અંતે કંટાળી મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે પોતાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી બંને આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે અગાઉ સેટેલાઈટમાં નોંધાયેલા ગુનામાં બંને પક્ષોએ સમાધાન કર્યું હોવાની ચર્ચા હતી ત્યારે સમાધાન બાદ પણ તે જ ઘટનાને લઈને મહિલાને હેરાન કરવામાં આવતી હોવાથી પોલીસે તપાસ શરૂ કરી છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....