Viral News Fact Check : ગઈકાલે રવિવારના રોજ સોશિયલ મીડિયા પર એક વાત ફરતી થઈ હતી. જેમાં જણાવાયું હતું કે RBI ભારતની ચલણી નોટ પર પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ એપીજે અબ્દુલ કલામ અને રવિન્દ્રનાથ ટાગોરનો ફોટો [APJ Abdul Kalam And Tagore Photo on Currency Notes] લગાવવા જઈ રહ્યું છે. પરંતુ સોમવારના રોજ આ વાત મામલે ખુદ આરબીઆઈએ રદિયો જાહેર કરી પૂર્ણ વિરામ મુકી દિધો છે.
સોશિયલ મીડિયા પર ફરતી થયેલી અફવા બાદ આરબીઆઈ [RBI] દ્વારા એક જાહેર ખુલાસો કરી રદિયો આપવામાં આવ્યો છે. જેમાં તેમણે સ્પષ્ટતા પૂર્વક જણાવ્યું છે કે, હાલની ચલણી નોટોમાં આરબીઆઈ દ્વારા કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવી રહ્યો. સાથે જ આ બાબતે કોઈ દરખાસ્ત પણ નથી તે વાત પણ જણાવવામાં આવી છે. આરબીઆઈ દ્વારા એકદમ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, હાલની ચલણી નોટ પર કલામ કે ટાગોરનો ફોટો લગાવવા બાબતે કોઈ યોજના નથી. મહાત્મા ગાંધીજીની તસવીર જ ચલણી નોટ પર છે તેમ જ રહેશે.
ચલણી નોટ પર કલામ અને રવિન્દ્રનાથ ટાગોરના ફોટાને લઈ થઈ સ્પષ્ટતા: Viral Fact Check
પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (PIB) દ્વારા પણ ફેક્ટચેક કરી આ ખબર ખોટી હોવાનું જણાવ્યું છે. રવિવારે વાતો વહેતી થઈ હતી કે ભારતના 11માં રાષ્ટ્રપતિ અને મિસાઈલ મેન અને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ ને રવિન્દ્રનાથ ટાગોરની તસવીર લગાડવાની આરબીઆઈની યોજના છે. પંરતુ આ પ્રકારના તમામ દાવા ખોટા હોવાનું આરબીઆઈ અને પીઆઈબી દ્વારા જણાવાયું છે.