Tuesday, May 17, 2022

પરીક્ષા પાસ કરાવતા બરોડાના ‘પેનસેટ’ બાબતો મોટો ખુલાસો, શું છે પેન અને કેવી રીતે કરે છે કામ ?

વાયરલ ખબર, આજના તાજા સમાચાર ગુજરાત : Gujarat : સોશિયલ મીડિયાના સારા અને નરસા બંને પ્રભાવો છે. ક્યારેક સોશિયલ મીડિયા થકી પોઝિટીવ કાર્યો થતા હોય છે તો ક્યારેક નેગેટિવ કાર્યો પણ થતા હોય છે. ત્યારે હાલ ફેસબુક પર એક પોસ્ટ હાલ જોવા મળી રહી છે. જેમાં જાદુઈ પેન સેટની વાત કરવામાં આવી છે. પરંતુ જાદુઈ પેન સેટની પોસ્ટ વિશે અભ્યાસ કરતા જે માહિતી અને હકિકત સામે આવી તે ખુબ ચોંકાવનારી છે.

ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલી ફોટો પોસ્ટમાં પેનસેટ અને તેના ફાયદાના દાવા કરેલા જોવા મળે છે. આ પેમ્પલેટના ફોટોમાં લખાણ જોવા મળે છે તે નીચે પ્રમાણે છે.

વાયરલ ખબર- પરીક્ષા પાસ કરાવતા બરોડાના ‘પેનસેટ’ બાબતો મોટો ખુલાસો – જાણવા જેવું ગુજરાતી

  • શું તમારે તમારા બાળકને પરીક્ષા માં પાસ કરવા ઈચ્છો છો ?
  • શું તમોને તમારા બાળકના અભ્યાસનું વર્ષ બગડે તે માટે ચિતિંત છો ?
  • તમારૂ બાળક ધો. 8, 9, SSC, HSC કે કોલેજ પાસ થાય તે તમે ઈચ્છો છો ?

તો તમારા બાળકનું ભવિષ્ય ઉજ્જળ બને તે હેતુ થી શ્રી હનુમંત સરસ્વતી યજ્ઞ ધ્વારા પ.પૂ. શ્રી દુષ્યંત બાપજી – (પૂર્વ ગુજરાતના સુપ્રસિધ્ધ હનુમંત સેવક) જે પેનસેટને સિધ્ધ કરી તૈયાર કરેલ છે.

પેનસેટ ની કિંમત રૂ|. 1900/-

આ બાબતે દુષ્યંત બાપજી એ શું કહ્યું ?

  • સાથે જ તેમાં નોંધ પણ જોવા મળે છે કે, અમારી સિધ્ધ કરેલ પેનસેટ ધ્વારા પરીક્ષા આપ્યા પછી બાળક નાપાસ થાય તો પેનસેટ ની પૂરેપૂરી રકમ રૂ|. 1900/- પરત આપવામાં આવશે. (પેનસેટ લેવા માટે આવો ત્યારે તમારો મો. નં./ પરીક્ષા ની રીસીપ્ટ / હોલટીકીટ ની ઝેરોક્ષ અથવા સ્કુલ, કોલેજ ID ની ઝેરોક્ષ આપવાનું રહેશે.)

આ બાબતે આપેલા સંપર્ક નંબર પર દુષ્યંત બાપજીનો સંપર્ક કરવામાં આવતા તેમણે સઘળી વાત જણાવી હતી. તેમના કહેવા મુજબ આ પોસ્ટ છેલ્લા 6 વર્ષથી ચાલી રહી છે. જ્યારે પરીક્ષાનો સમયગાળો આવે ત્યારે આ પોસ્ટ સર્ક્યુલેટ થવા લાગે છે. પરિણામે લોકો તેમને ફોન કરી પુછપરછ કરવા લાગે છે, કેટલાકને તો પેનસેટ ખરીદવો હોય છે. પરંતુ હકિકત એ છે પેનસેટ જેવી કોઈ વસ્તુ તેમણે બનાવી જ નથી. આ મામલે છ વર્ષ પહેલા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. છતાં પણ લોકો દ્વારા અવાર નવાર સોશિયમ મીડિયા પર કોઈ પણ રીતે આ વાતની પોસ્ટ મુકતા તેમને ફોન કોલ્સ શરૂ થઈ જાય છે.

આ મામલે દુષ્યંત બાપજી જણાવે છે કે, તેમણે આવી કોઈ ચીજ બનાવી નથી. અને જો આવી પેન કે તંત્ર ચાલતું હોય તો લોકો ભણવા જ ન જાય અને પાસ થઈ જાય. પરંતુ આ ખોટી ઠગારી વાતો છે માટે આવી બાબતોમાં કોઈ પણ જાતનો ભરોસો કરવો જોઈએ નહીં. તેઓ ખુદ કથાકાર છે પરંતુ આવી કોઈ તંત્ર મંત્ર કે પેનસેટની બાબતમાં માન્યતા ધરાવતા નથી. તેઓ જણાવે છે કે, મેં કોઈને પણ આવી પેન આપી નથી, અને આપીશ પણ નહીં કે, મેં બનાવી નથી, અને કોઈ પણ થી બને પણ નહીં.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, તેઓ આ બાબતે આશા સાથે લાલચમાં ફસાઈ જતા હોય છે. આ વાતોમાં વિશ્વાસ કરવો નહીં.

Tag: ગુજરાતીમાં જાણવા જેવું, જાણવા જેવું ગુજરાતી, ગુજરાતી જાણવા જેવું

- Advertisment -

Must Read

ahmedabad aslali police station bareja police man corruption acb trap

માર નહીં મારવા અને કોર્ટમાં વહેલા રજૂ કરવા લાંચ માંગતો પોલીસ...

Crime News in Gujarati અમદાવાદ : રાજ્યમાં દારૂબંધીની અમલવારી સંતોષકારક રીતે નહીં થવા પાછળનું કારણ ભ્રષ્ટાચાર છે. તાજેતરમાં...